RRB ટેકનિશિયન ભરતી 2025 : ભારતીય રેલવે ટેકનિશિયન ભરતી 2025 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે દેશભરના યુવાઓને સ્થિર અને માનપ્રદ નોકરી આપશે. RRB ટેકનિશિયન ગ્રેડ-1 અને ગ્રેડ-2 માં પદ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. જો તમે ટેકનિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનવાની ઈચ્છા ધરાવો છો, તો તમારા માટે આ એક સુવર્ણ અવસર છે. તો આ લેખને અંત સુધી વાંચતા રહો, જેમાં તમને પાત્રતા, મહત્વની તારીખો, અરજી માટે જરૂરી દસ્તાવેજ અને ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણપણે માહિતી મળી રહેશે.
RRB ટેકનિશિયન ભરતી 2025 શું છે ?
RRB ટેકનિશિયન ભરતી 2025 એ ભારતીય રેલવે દ્વારા ટેકનિકલ પદો પર ભરતીની મોટી એક જાહેરાત છે. એમાં ટેકનિશિયન ગ્રેટ-1 અને ગ્રેડ-2 પર કુલ 6180 જગ્યાઓ ભરવા માં આવશે. જો તમે ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, કમ્પ્યુટર સાયન્સ અથવા ટેકનિકલ ફિલ્ડમાં કારકિર્દી બનવા માંગો છો. તો આ તમારા માટે એક સ્થિર અને માનપ્રદ નોકરીનો અવસર છે.
RRB ટેકનિશિયન ભરતી 2025 મુખ્ય વિગતો :
ક્રમ | વિગત | માહિતી |
1. | પોસ્ટર નું નામ | ટેકનિશિયન (ગ્રેટ-2 અને ગ્રેડ-2) |
2. | પગાર | ₹19,900/- થી ₹29,200/- (પ્રારંભિક) |
3. | કુલ જગ્યાઓ | 6,180/- |
4. | અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
5. | છેલ્લી તારીખ | 28 જુલાઈ 2025 |
6. | ઓફિસિયલ વેબસાઈટ | અહીંયા ક્લિક કરો. |
આ પણ વાંચો : ભારતીય નૌકાદળ અગ્નિવીર ભરતી 2025 : જાણો સરકારની ભરતીની માહિતી, દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા
RRB ટેકનિશિયન ભરતી 2025 માટે પાત્રતા :
- ફક્ત ભારતીય નાગરિકો અરજી કરી શકે છે.
- ગ્રેડ-1 માટે B.Sc/ડિપ્લોમા/એન્જિનિયરિંગ ડિગ્રી
- ગ્રેડ-2 માટે 10 પાસ/ITI/એપ્રેન્ટીસશીપ સર્ટિફિકેટ/ફાઉન્ડી/ફોર્જિગ/ડાયસ વગેરે વ્યવસાય માં અનુભવ
- ઉંમર મર્યાદા 18 થી 36 વર્ષ વચ્ચે
- ટેકનિશિયન પદ્મ માટે શારીરિક રીતે ફિટ હોવું જરૂરી છે.
RRB ટેકનિશિયન ભરતી 2025 ની મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ થવાની તારીખ : 28 જૂન, 2025
- અરજીની છેલ્લી તારીખ : 28 જુલાઈ, 2025
-
પરીક્ષા તારીખ : જાહેર થશે
RRB ટેકનિશિયન ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :
1. આધારકાર્ડ/પાનકાર્ડ
2. જન્મ પ્રમાણપત્ર
3. ધોરણ 10 મી/12 મી ની માર્કશીટ પ્રમાણપત્ર
4. B.Sc/ડિપ્લોમા/એન્જિનિયરની ડિગ્રીની માર્કશીટ/સર્ટિફિકેટ
5. જો ITI/NCVT/SCVT કરેલ હોય તો પ્રમાણપત્ર અને સર્ટિફિકેટ
6. SC/ST/OBC/EWS પ્રમાણપત્ર (OBC માટે નોન-ક્રિમી લેયર)
7. અનુભવ પ્રમાણપત્ર
8. દિવ્યાગ (PwD) પ્રમાણપત્ર
9. પાસપોર્ટ સાઈઝ નો ફોટો
10. સહી નો નમુનો
RRB ટેકનિશિયન ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :
- ભારતીય રેલવે વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝિટ કરો.
- “New Registration” બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારી વ્યક્તિગત માહિતી અને કેપ્ચા કોટ દાખલ કરો.
- ત્યાર પછી ”Submit” બટન પર ક્લિક કરો. અને પછી તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળશે.
- પછી લોગીન પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- ત્યાર પછી “અરજદાર ડેશબોર્ડ” ખુલશે ત્યાં “apply online” પર ક્લિક કરો.
- પછી તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક માહિતી અને સંપર્ક માહિતી ભરો.
- પછી માગ્યા મુજબ દસ્તાવેજ અપલોડ કરો.
- પછી અરજીની ફી ની ઓનલાઇન ચૂકવણી કરો (SC/ST/દિવ્યાગ/મહિલા માટે ₹250/- અને જનરલ/OBC માટે ₹500/-).
- “Final Submit” પર ક્લિક કરો. અને અરજી ની પ્રિન્ટ આઉટ લો.