BOB LBO ભરતી 2025 : નમસ્કાર મિત્રો, જો તમારું સપનું Bank Of Baroda માં નોકરી મેળવવાનું છે, અને એક સરકારી કર્મચારી તરીકે ભવિષ્ય સુરક્ષિત કરવાનું છે. તો તમારા માટે એક ખુશ ખબર છે. બેન્ક ઓફ બરોડા (BOB)દ્વારા Local Bank Officer (LBO) પદ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ભારતના યુવાઓ માટે નોકરી મેળવવાની એક સુંદર તક છે. જેમને પોતાનું કરિયર બેન્કિંગ ક્ષેત્રમાં બનાવવા માટે પ્રયાસ કર્યો છે, તેમના માટે સુવર્ણ અવસર છે. તો આ લેખને અંત સુધી વાંચતા રહો જેમાં તમને પાત્રતા, મહત્વની તારીખો, અરજી માટે જરૂરી દસ્તાવેજ અને અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મળી રહેશે.
BOB LBO ભરતી 2025 શું છે ?
BOB LBO (Local Bank Officer) ભરતી 2025 એ બેંક ઓફ બરોડા દ્વારા જાહેર કરવામાં આવેલી એક વિશાળ 2,500 લોકલ બેન્ક ઓફિસરની ખાલી જગ્યાઓની એક ભરતીની જાહેરાત છે. આ ભરતી ભારતના નાગરિકો માટે સરકારી બેંકની સારી તકો પૂરી પાડે છે.
BOB LBO ભરતી 2025 ની મહત્વપૂર્ણ માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | વિભાગનું નામ | બેંક ઓફ બરોડા |
2. | પદ નું નામ | સ્થાનિક બેંક ઓફિસર |
3. | કુલ જગ્યાઓ | 2500/- |
4. | નોકરીનું સ્થાન | ભારત |
5. | અંતિમ તારીખ | 24 જુલાઈ 2025 |
6. | અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
7. | ઓફિશિયલ વેબસાઈટ | Bank Of Baroda |
આ વાંચો : GCAS પ્રવેશ પ્રક્રિયા 2025-26 : ગુજરાત કોમન એડમિશન સર્વિસેસ, તબક્કા (મેરીટ)નું સંપૂર્ણ ટાઈમ ટેબલ
BOB LBO ભરતી 2025 માટે પાત્રતા :
- ઉમેદવાર ભારતીય નાગરિક હોવું જોઈએ.
- શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવો આવશ્યક છે.
- રોજગાર કચોરીમાં પંજીકરણ હોવું ફરજિયાત નથી, પણ અમુક રાજ્યમાં લાભ દાયક હોઈ શકે છે.
- ઉમેદવારનું ચરિત્ર યોગ્ય અને સાફ હોવું જોઈએ.
- ઉમેદવાર પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટી ની સનાતક ડિગ્રી હોવી જોઈએ.
- Distance/Correspondence Education માન્ય છે, જો તે UGC/AICTE દ્વાર માન્ય છે.
- ઉમર મર્યાદા 21 વર્ષથી 30 વર્ષ સુધી.
- અરજી કર્તાને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- ઉમેદવારને રાજ્યની સ્થાનિક ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડવું જોઈએ.
- ચૂંટાયેલા ઉમેદવારો માટે સ્થાનિક ભાષાની પરીક્ષા લેવામાં આવશે.
BOB LBO ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :
- આધારકાર્ડ/પાનકાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- ધોરણ 10 ની માર્કશીટ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- ગ્રેજ્યુએશન ડીગ્રી નું પ્રમાણપત્ર
- ગ્રેજ્યુએશન ની માર્કશીટ
- કનવોકેશન પ્રમાણપત્ર (જોઈએ તો).
- હાલ અથવા અગાઉની બેંકમાંથી અનુભવ પત્ર/સર્ટિફિકેટ.
- બેંકમાં કામ પૂર્ણ કર્યાની તારીખ દર્શાવતું દસ્તાવેજ.
- SC/ST/EWS/દિવ્યાંગ માટે માન્ય સર્ટિફિકેટ.
- OBC માટે નોન-ક્રિમી લેયર પ્રમાણપત્ર.
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો.
- સહી નો નમુનો.
BOB LBO ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :
- સૌપ્રથમ BOB ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. (https://www.bankofbaroda.in/)
- વેબસાઈટ ના હોમ પેજ ઉપર અથવા નીચેની બાજુમાં “Careers” ઓપ્શન પર ક્લિક કરો.
- પછી “Requirement of Local Bank Officer (LBO)-2025” ની લિંક શોધો અને ક્લિક કરો.
- ત્યાર પછી ઓફિશિયલ નોટિફિકેશન PDF ડાઉનલોડ કરો, અને સંપૂર્ણ રીતે વાંચો. ખાસ કરીને પાત્રતા અને શરતો.
- ત્યારબાદ “Apply Online” બટન પર ક્લિક કરો.
- પછી અરજી પ્રક્રિયા શરૂ કરો. અને તમારું નામ, મોબાઈલ નંબર, ઇ-મેલ ID દાખલ કરી રજિસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન થયા પછી. રજીસ્ટ્રેશન ID અને પાસવર્ડ દ્વારા લોગીન કરી, અરજી ફોર્મ ખોલો.
- ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ વિગતો વગેરે દાખલ કરો.
- પછી પ્રમાણપત્રો/સર્ટિફિકેટ સાઈઝ ફોર્મેટ પ્રમાણે સ્કેન કરી દસ્તાવેજ અપલોડ કરો.
- ત્યાર પછી કેટેગરી મુજબ ઓનલાઇન અરજી ફીની ચૂકવણી કરો
- ત્યાર પછી અરજી ફી રસીદ મેળવો અને તમારી વિગતો સંપૂર્ણ રીતે એકવાર ચેક કરો.
- અંતમાં “Final Submit” બટન પર ક્લિક કરો. અને અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી રાખો (ઇન્ટરવ્યૂ કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે કામ આવશે).