પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 : દરેક બાળકના સપનાને પૂરા કરવાનો એકમાત્ર સાધન છે – યોગ્ય શિક્ષણ. પરંતુ જ્યારે ઘરના આર્થિક સંજોગો મંજૂરી આપતા નથી, ત્યારે આ સપનામાં અવરોધો આવે છે. આવા સમયમાં કેન્દ્ર સરકારની પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આશાનું એક કિરણ બની છે. આ યોજના ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે, જે પછાત વર્ગ માંથી આવે છે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માંગે છે. તો ચલો આ સ્કોલરશીપ વિશે સંપૂર્ણ માહિતી આ લેખ દ્વારા મેળવીશું. જેમ કે પાત્રતા ,જરૂરી દસ્તાવેજ અને કોણ અરજી કરી શકશે અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત જાણીશું.
પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 શું છે ?
પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 એ ભારત સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે, જેનું મુખ્ય હેતુ શૈક્ષણિક રીતે પ્રતિભાશાળી અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપી, વધુ અભ્યાસ માટે પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. અને ખાસ કરીને OBC (અન્ય પછાત વર્ગો), EBC (આર્થિક રીતે પછાત વર્ગો) અને DNT ( બીન-સૂચિત, વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓ) ના વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે.
પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 માટે અંદાજિત મહત્વ ની તારીખો :
- અરજી શરૂ થવાની તારીખ : 11 જુલાઈ 2025 (અંદાજિત)
- અરજી માટે છેલ્લી તારીખ : 10 ઓગસ્ટ 2025
- એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ : 25 સપ્ટેમ્બર 2025
- પરીક્ષા તારીખ (YASASVI Entrance Test) : 29 સપ્ટેમ્બર 2025
- ફલિત (Result) જાહેર થવાની તારીખ : ઓક્ટોબર 2025 (અંદાજિત)
પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 ની મહત્વપૂર્ણ માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | યોજનાનું નામ | પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 |
2. | શરૂઆત કરનાર | સામાજિક ન્યાયને સશક્તિકરણ મંત્રાલય ભારત સરકાર |
3. | લખશે જૂથ | OBC, EBC અને DNT વર્ગના વિદ્યાર્થીઓ |
4. | લાગુ પડે છે | ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓ માટે |
5. | અરજી પ્રક્રિયા | સંપૂર્ણ ઓનલાઇન |
6. | વેબસાઈટ | scholarships.gov.in |
આ વાંચો : JNVST ધોરણ 6 એડમિશન 2026 : નવોદય માં ફોર્મ કેવી રીતે ભરવું જાણો સંપૂર્ણ માહિતી, પાત્રતા અને તારીખો
સ્કોલરશીપ હેઠળ શું લાભ મળશે ?
- ધોરણ 9-10 ના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹75,000 ની રકમ
- ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹1,25,000 ની રકમ
પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 માટે પાત્રતા :
- ઉમેદવાર પાસે માન્ય આધારકાર્ડ હોવું જોઈએ.
- આ સ્કોલરશીપ OBC, EBC અને DNT વર્ગના વિદ્યાર્થીઓ માટે માન્ય છે.
- વિદ્યાર્થી ધોરણ નવ થી 12 સુધી કોઈ માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- અગાઉના શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીનું પરિણામ સારો હોવો જોઈએ.
- વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક ₹2.5 લાખ થી ઓછી હોવી જોઈએ.
- આવક પ્રમાણપત્ર સરકારી સત્તાધિકારી દ્વારા જારી કરેલું હોવું જોઈએ.
- ધોરણ 9 ના વિદ્યાર્થીની ઉંમર મર્યાદામાં જન્મ તારીખ 1/4/2009 થી 31/03/2011 વચ્ચે હોવો જોઈએ.
- ધોરણ 11 ના વિદ્યાર્થીની ઉંમર મર્યાદામાં જન્મ તારીખ 01/04/2007 થી 31/0302009 વચ્ચે હોવો જોઈએ.
- અરજીકર્તાએ માત્ર National scholarship portal (NSP) પર જ અરજી કરવી પડશે.
પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 માટે જરૂરી દસ્તાવેજો :
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- રહેણાંક પ્રમાણપત્ર (જોઈએ તો)
- શાળાની દાખલ ની રસીદ અથવા ઓળખપત્ર
- ગયા વર્ષનું માર્કશીટ
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 માટે અરજી પ્રક્રિયા :
- સૌપ્રથમ “National Scholarship Portal” પર જાઓ. scholarships.gov.in
- પછી “New Registration” બટન પર ક્લિક કરો.
- પછી તમારું નામ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને માહિતી ભરી લોગીન કરો.
- લોગીન થયા બાદ તમને યુઝર આઇડી અને પાસપોર્ટ મળશે.
- ત્યાર પછી “Apply For Scholarship” વિભાગમાં જાઓ.
- પછી “yashasvi Central sector scheme of top class education” પસંદ કરો.
- તમારી શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતી ભરો.
- પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- સંપૂર્ણ વિગત ભર્યા બાદ તમારી વિગત એક વાર ચેક કરો.
- અંતમાં અરજી ની “Submit” કરો અને તમારિ application ID સાચવી રાખો.