NHM અંબાજી ભરતી 2025 : સરકારી હોસ્પિટલ, અંબાજી એ નવીનતમ NHM અંબાજી ભરતી 2025 ની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય આરોગ્યની મિશન (NHM) ગુજરાત હેઠળ કરાર આધારિત લેબોરેટરી ટેક્નિશિયન પોસ્ટ માટે વોક-ઇન-ઇન્ટરવ્યૂ માં ભરતી ની જાહેરાત કરી છે. ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સુંદર મોકો છે. જો તમે લાયકાત ધરાવો છો, અને ખરેખર કોઈ સારી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો, તો આ તક ગુમાવશો નહીં. આ તક તમારો જીવન બદલી શકે છે. તો વધુ માહિતી માટે આલેખને અંત સુધી વાંચતા રહો, જેમાં તમને લાયકાત, અરજી માટે દસ્તાવેજ અને અરજી કેવી રીતે કરવી વગેરેની સંપૂર્ણ માહિતી મળી રહેશે.
NHM અંબાજી ભરતી 2025 શું છે ?
NHM અંબાજી ભરતી 2025 એ ગુજરાતના National Health Mission (NHM) તરફથી Government Hospital, Ambaji ખાતે લેબોરેટરી ટેક્નિશિયમ માટે કરાર આધારિત 11 મહિના ની જગ્યા માટે જાહેરાત છે. જાણો આગળની વિગતવાર માહિતી.
NHM અંબાજી ભરતી 2025 ની મહત્વની માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | સંસ્થા | સરકારી હોસ્પિટલ, અંબાજી |
2. | પોસ્ટ | laboratory technician |
3. | ભરતી પ્રકાર | કરાર આધારિત 11 મહિના |
4. | ખાલી જગ્યા | માત્ર 01/- (કામચલાઉ) |
5. | પગાર | ₹21,000/- દર મહિને |
6. | છેલ્લી તારીખ | 19 જુલાઈ 2025 |
7. | વોક-ઇન-ઇન્ટરવ્યૂ | 23 જુલાઈ 2025 ના રોજ |
8. | અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
9. | ઓફિસિયલ વેબસાઈટ | arogyasathi.gujarat.gov.in |
NHM અંબાજી ભરતી 2025 માટે પાત્રતા :
- મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં બી.એસસી. (BMLT/BMLS) એમ.એસસી.
- ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી (DMLT/DMLS).
- ઉપરની કોઈ પણ એક ડિગ્રીમાં બે વર્ષનો સમય ગાળો હોવો જોઈએ.
- ઉમેદવારને કમ્પ્યુટરનો મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ (રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા માન્ય).
- ઉંમર મર્યાદા માટે સત્તાવાર જાહેરાતમાં કોઈ મર્યાદાનો ખાસ ઉલ્લેખ નથી. પણ, NHM Gujarat સામાન્ય ભરતી નીતિ મુજબ 18 થી 40 વર્ષ વચ્ચે હોવી આવશ્યકતા છે.
NHM અંબાજી ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :
- આધારકાર્ડ/પાનકાર્ડ
- 10 મી/12 મી ની માર્કશીટ
- B.Sc/M.Sc/DMLT/DMLS પરિણામપત્ર/ડીગ્રી સર્ટિફિકેટ
- સરકાર માન્ય કમ્પ્યુટર તાલીમ પ્રમાણપત્ર
- NABL માન્યતા પ્રાપ્ત લેબ્સ/દવાખાના માંથી મળેલું
- Arogya Sathi Portal પછી સબમીટ કર્યા બાદ મળી આવેલ પ્રિન્ટ
- પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- સ્થાનિક નિવાસ દાખલો
- પાસપોર્ટ સાઇઝના 2 ફોટા
- સહી
NHM અંબાજી ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ. arogyasathi.gujarat.gov.in
- મુખ્ય મેનુમાં જઈ “ભરતી” વિભાગ પર ક્લિક કરો.
- ત્યાર પછી “Laboratory Technician – Government Hospital, Ambaji” પદ શોધો.
- તમે પહેલી વખત રજીસ્ટ્રેશન કરો છો, તો તમારી વ્યક્તિગત માહિતી દાખલ કરો ત્યારબાદ તમને યુઝર આઇડી અને પાસપોર્ટ મળશે.
- જો તમે પહેલા લોગીન કરેલું છે તો યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો.
- ત્યાર પછી તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે. જેમાં તમારી વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, સંપર્ક વિગતો વગેરે દાખલ કરો.
- જરૂરિયાત પ્રમાણે તમારા દસ્તાવેજો અને પ્રમાણપત્રો અપલોડ કરો.
- સંપૂર્ણ વિગતે એકવાર ચેક કરી લો અને પછી “Submit” બટન પર ક્લિક કરો.
- ખાસ નોંધ Walk-In-Interview વખતે રિફરન્સ માટે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી છે, તો આરજી પ્રિન્ટ સાચવી રાખો.