RBI ઓફિસર ગ્રેડ A અને B ભરતી 2025 : જાણો સંપૂર્ણ માહિતી અને અરજી કરવા માટે ક્લિક કરો

RBI ઓફિસર ગ્રેડ A અને B ભરતી 2025 : નમસ્કાર, મિત્રો ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગ્રેડ A અને B હેઠળ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને જો તમારું સપનું ભારત ની સૌથી પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થા માં નોકરી કરવાનું છે, તો તમારા માટે મહત્વ પૂર્ણ તક છે. અને જો તમારે RBI ની ભરતી ની વધુ વિગતવાર માહિતી જાણવી હોય તો, આ લેખ ને અંત સુધી વાંચતા રહો. જેમાં તમને પાત્રતા, દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા ની માહિતી મળી રહેશે.

RBI ઓફિસર ગ્રેડ A અને B ભરતી 2025 શું છે ?

RBI ઓફીસર ગ્રેડ A અને B ભરતી 2025 એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 28 પદ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભારતીય હેઠળ વિવિધ વિભાગોમાં ગ્રેડ A અને ગ્રેડ B ઓફીસર ની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અને આ ભરતીની ઓનલાઇન અરજી પ્રોસેસ શરૂ થઈ ગયેલ છે, જેમાં દેશભરના લાયક જ ધરાવતા ઉમેદવારો માટે ખુલ્લી મૂકી છે. ચાલો જાણીએ આગળ ની વિગતવાર માહિતી.

RBI ઓફિસર ગ્રેડ A અને B ભરતી 2025 ની મહત્વની વિગતો 

ક્રમ  વિગત  માહિતી 
1. સંસ્થા ભારતીય રિઝર્વ બેંક (RBI)
2. પોસ્ટનો પ્રકાર ગ્રેડ A અને B અધિકારી
3. જાહેરાત નંબર RBISB/DA/02/2025-26
4. ખાલી જગ્યાઓ 28/- પદ
5. અરજી પ્રક્રિયા ઓનલાઈન
6. છેલ્લી તારીખ 31 જુલાઈ 2025
7. ઓફિસિયલ વેબસાઈટ rbi.org.in

 RBI ઓફિસર ગ્રેડ A અને B ભરતી 2025 માટે પાત્રતા :

  • માન્ય યુનિવર્સિટીમાંથી LLB ની ડિગ્રી
  • કાનૂની જ્ઞેત્રે‌‌‍ ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે.
  • B.E/B.Tech માં ઓછામાં ઓછા 60%
  • નાગરિક બાંધકામ ક્ષેત્રે 3 વર્ષનો વ્યવહાર અનુભવ હોવો જરૂરી છે.
  • અનુવાદ ભાષામાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.
  • સનાતક સ્તરે હિન્દી અથવા અંગ્રેજી વિષય જરૂરિયાત છે.
  • ભૂતપૂર્વ સેના અધિકારી જેમણે ભારતીય સેના/નૌકાદળ/વાયુ સેનામાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સેવા આપી છે.

RBI ઓફિસર ગ્રેડ A અને B ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  1. આધારકાર્ડ/પાનકાર્ડ
  2. સનાતક અને અનુસનાતક ડિગ્રી સર્ટિફિકેટ/માર્કશીટ્સ
  3. જાતિ પ્રમાણપત્ર
  4. EWS પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  5. PWD પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  6. જન્મ દાખલો
  7. ધોરણ 10 ની માર્કશીટ
  8. કંપની/સંસ્થા દ્વારા જારી કરેલ અનુભવ પ્રમાણપત્ર
  9. ભૂતપૂર્વ સેના કર્મચારીઓ માટે ડિસ્ચાર્જ સર્ટિફિકેટ
  10. હસ્તલિખિત ઘોષણા
  11. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  12. સહી નો નમુનો
  13. અંગૂઠાની છાપ

RBI ઓફિસર ગ્રેડ A અને B ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :

  1. સૌપ્રથમ RBI ની ઓફિસીયલ વેબસાઈટ પાર જાઓ. rbi.org.in
  2. હોમપેજ પરથી “Opportunities@RBI” વિભાગ પર ક્લિક કરો અને તેમાં “Current Vacancies” વિભાગ પસંદ કરો.
  3. અને ત્યાર બાદ “RBISB/DA/02/2025-26” સંદર્ભવાળિ ભરતીની જાહેરાત ધ્યાનપૂર્વક વાંચો.
  4. તેની અંદર “Apply Online” બટન પર ક્લિક કરો. પછી તમારી સામે નવા પેજ માં નોંધણી ફોર્મ ખુલશે.
  5. તે ફોર્મ માં તમારું નામ, મોબાઈલ નંબર, ઇમેલ ID, સંપર્ક વિગત વગેરે માહિતી ભરો. અને પછી તમને Registration Number અને Password પ્રાપ્ત થશે.
  6. જો તમે પહેલા નોંધણી કરેલી હશે તો તમારી પાસે Registration Number અને Password હશેજ તેની મદદથી અરજી પ્રક્રિયા માટે લોગીન કરો.
  7. પછી અરજી ફોર્મ માં તમારી વ્યક્તિગત મહિતિ , લાયકાત, અનુભવ અને પસંદગી ની પોસ્ટ વગેરે માહિતી ભરો અને આગળ વધો.
  8. તમારા જરૂરી દસ્તાવેજ ચોક્કસ માપદંડ મુજબ અપલોડ કરો.
  9. તમારી કેટેગરી મુજબ ઓનલાઇન ફી ની ચૂકવણી કરો.
  10. તમારી સંપૂર્ણ વિગત એક વખત ચેક કરો અને પછી “Final Submit” બટન પર ક્લિક કરો.
  11. નોંધ- તમારી ફી ની રસીદ અને અરજી “Submit” કર્યા પછી પ્રિન્ટ આઉટ લઈ સાચવી રાખો.

Leave a Comment