ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક વર્ગ-3 માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જો તમે સરકારી નોકરી માટે આતુર છો અને સ્થિર કારકિર્દીની શોધમાં છો. તો આ તમારા ઉજ્જવળ ભવિષ્ય માટેની એક સુંદર નોકરી ની જાહેરાત છે. જો તમે પણ આ ભરતી ની વધુ માહિતી જાણવા માંગો છો, તો આ લેખ ને અંત સુધી વાંચતા રહો, જેમાં તમને સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહેશે.
ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 શું છે ?
ગુજરાત ની ચાર કૃષિ યુનિવર્સિટી જેમ કે આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી એ 2025 માટે જુનિયર ક્લાર્ક વર્ગ-3 માટે 227 જગ્યા માટે ભરતી ની જાહેરાત શરૂ કરી છે. જો તમે પણ એક સ્થિર અને ઈમાનદાર સરકારી નોકરીની શોધમાં છો. તો આ ભરતી તમારા માટે એક સોના જેવું અવસર બની શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, તો વિલંબ ન કરો. આજે જ અરજી કરો, અને તમારી આસરાવાળી કારકિર્દી તરફ પહેલું પગથિયું ભરો, તો ચલો આગળની વિગતવાર માહિતી જાણીએ.
ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 ની મહત્વની માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | સંસ્થા | ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ |
2. | પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક (વર્ગ-3) |
3. | નોકરીનું સ્થાન | ગુજરાત (આણંદ, જૂનાગઢ, નવસારી, એસ.કે નગર) |
4. | કુલ જગ્યા | 227/- પદ |
5. | અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
6. | છેલ્લી તારીખ | 11 ઓગસ્ટ 2025 |
7. | ઓફિસિયલ વેબસાઇટ | www.aau.in, www.jau.in, nau.in, www.sdau.edu.in |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 માટે પાત્રતા :
- ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
- ઉમેદવાર આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય હોવો જોઈએ.
- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીના કોઈપણ શાખામાંથી સનાતક
- CCC અથવા સમકક્ષ પ્રમાણપત્ર દ્વારા કમ્પ્યુટર જ્ઞાન જરૂરી
- ગુજરાતી અથવા હિન્દી ભાષામાં નૈપુણ્ય આવશ્યક
- ઉંમર મર્યાદા 20 વર્ષથી ₹3,500 વર્ષ સુધી
ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :
- આધારકાર્ડ/પાનકાર્ડ
- સ્નાતક ડિગ્રી નું માર્કશીટ/પ્રમાણપત્ર
- જતી નો દાખલો
- રહેઠાણનો પુરાવો
- OBC માટે નોન-ક્રીમી લેયર
- દિવ્યાંગ સર્ટિફિકેટ (લાગુ પડે તો)
- ભૂતપૂર્વ સૈનિક પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- અરજદારની સહી નો નમુનો
ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :
- સૌપ્રથમ ગુજરાતની કોઈપણ ચાર યુનિવર્સિટીમાંથી એકની ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે.
- મુખ્ય પેજ પર જઈ “Online Application” પર ક્લિક કરો.
- પછી તમારી નોંધણી કરો, જેમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને મોબાઇલ નંબર વગેરે વિગતો દાખલ કરો.
- નોંધણી કર્યા પછી યૂઝર ID અને પાસવર્ડ મળશે તેના દ્વારા લોગીન કરો.
- અરજી ફોર્મ ખુલશે તેમાં વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય જરૂરી માહિતી ભરો.
- તમારા જરૂરી દસ્તાવેજ માગ્યા મુજબ અપલોડ કરો.
- જરૂરત મુજબ અરજી ફી ઓનલાઇન માધ્યમ દ્વારા ચૂકવણી કરો.
- ત્યાર બાદ તમારી સંપૂર્ણ વિગત એક વાર ચેક કરો. અને પછી “Final Submit” બટન પર ક્લિક કરો.
- અરજી સબમિટ કર્યા, પછી ફોર્મ ની PDF ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કાઢી લો. અને અરજી ફી ની રસીદ સાચવી રાખો.
મહત્વ ની લિંક :
- આણંદ કૃષિ યુનિવર્સિટી – www.aau.in
- જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી – www.jau.in
- નવસારી કૃષિ યુનિવર્સિટી – nau.in
- સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી – www.sdau.edu.in