PFRDA ભરતી 2025 : આસિસ્ટન્ટ મેનેજર માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી અને અરજી પ્રક્રિયા

PFRDA ભરતી 2025 : પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ આસિસ્ટન્ટ મેનેજર માટે નવી ભરતી નોટિફિકેશન જાહેર કરી છે. જે યુવાન મિત્રો નોકરી ની શોધ કરી રહ્યા છે તેમના માટે એક મહત્વ પૂર્ણ તક આવી ગઈ છે. જો તમે પણ પેન્શન ક્ષેત્રમાં એક સ્થિર અને પ્રતિષ્ઠિત કારકિર્દી માટે રાહ જોઈ રહ્યા છો, તો PFRDA ભરતી 2025 તમારા માટે એક સારો મોકો છે. વધુ માહિતી માટે આ લેખ ને અંત સુધી વાંચતા રહો જેમાં તમે ભરતી વિશેની માહિતી, પાત્રતા, દસ્તાવેજ વિગત અને અરજી પ્રક્રિયા ની માહિતી મળી રહેશે.

PFRDA ભરતી 2025 શું છે ?

પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ ભારત સરકારે બનાવેલી એક નિયમનકારી સંસ્થા છે. જે દેશના પેન્શન ક્ષેત્રને મેનેજ એને નિયમિત કરવા માટે જવાબદાર છે. અને PFRDA એ 40 આસિસ્ટન્ટ મેનેજર (ગ્રેડ-A ઓફિસર) પદો માટે ભરતી ની જાહેરાત કરી છે. ચાલો આગળ ની વિગતવાર માહિતી જાણીએ.

PFRDA ભરતી 2025 ની મહત્વપૂર્ણ વિગત :

ક્રમ વિગત માહિતી
1. સંસ્થા પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી
2. પદનું નામ આસિસ્ટન્ટ મેનેજર
3. કુલ જગ્યાઓ 40/- પદ
4. પગાર ₹44,500/- થી ₹89150/-
5. અરજી પ્રક્રિયા ઓનલાઇન
6. છેલ્લી તારીખ 6 ઓગસ્ટ 2025
7. ઓફિસિયલ વેબસાઈટ www.pfrda.org.in

PFRDA ભરતી 2025 માટે પાત્રતા :

  • ઉમેદવાર ભારાતીયા નગરી હોવો ફરજિયાત છે.
  • ઉંમર મર્યાદા 18 થી 30 વર્ષ વચ્ચે. અન્ય વિગત નીચે મુજબ છે.
ક્રમ  સ્ટ્રીમ  જગ્યા  લાયકાત 
1. જનરલ 28 માન્ય યુનિવર્સિટીમાંથી Master’s Degree અથવા Law અથવા Engineering અથવા CA / CS / CFA / ICMAI
2. Finance & Accounts 2 Commerce/Accounts/Economics સાથે Graduation + CA/CS/CFA/ICMAI
3. IT (AI/ML) 2 BE/BTech (CS/IT/EC) અથવા MCA અથવા Computers/AI/ML માં PG ડિગ્રી
4. Economics 1 Master’s in Economics/Statistics/Commerce/Finance
5. Statistics 2 Master’s in Statistics/Econometrics
6. Actuarial 2 IAI દ્વારા માન્ય Actuarial Science ની ડિગ્રી + 7 core papers clear કરેલા હોવા જોઈએ
7. Legal 2 માન્ય સંસ્થામાંથી Law માં Graduate ડિગ્રી (LLB)
8. સતાવાર ભાષા 1 PG in Hindi with English OR Sanskrit/Commerce/Economics માં Hindi સાથે Graduate

PFRDA ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  1. આધારકાર્ડ/પાનકાર્ડ
  2. ધોરણ 10 મી/12 મી ની માર્કશીટ અને પ્રમાણપત્ર
  3. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રમાણપત્રો
  4. સ્ટ્રીમ સ્પેસિફિક લાયકાત જેવી કે CA/CS/CFA/ICMAL, Engineering, LLB, MCA વગેરેનું પ્રમાણપત્ર
  5. જન્મ પ્રમાણપત્ર
  6. જાતિ પ્રમાણપત્ર
  7. નોકરી પણ અનુભવ હોય તો રિલિવિંગ લેયર/સર્વિસ સર્ટિફિકેટ
  8. PwBD પ્રમાણપત્ર (લાગુ પડે તો)

PFRDA ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :

  1. સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો. https://www.pfrda.org.in/
  2. હોમ પેજ પર જઈ “Careers” વિભાગ પર ક્લિક કરો.
  3. “Recruitment of Officer Grade A (Assistant Manager) -2025” લિંક શોધો.
  4. ત્યાર પછી તમારું નામ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી નાખી નવી નોંધણી કરો.
  5. નોંધણી પૂર્ણ થયા પછી તમને Registration ID/Application Number મળશે. તેના દ્વારા અરજી ફોર્મ લોગીન કરો.
  6. ફોર્મ લોગીન થયા બાદ તમારી વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક માહિતી અને સંપર્ક માહિતી વગેરે માહિતી સચોટ રીતે ભરો.
  7. ત્યારબાદ જરૂરિયાત મુજબ તમારા દસ્તાવેજ અપલોડ કરો.
  8. કેટેગરી મુજબ ઓનલાઇન માધ્યમ દ્વારા ફી ની ચૂકવણી કરો.
  9. ત્યારબાદ સંપૂર્ણ તમારી વિગત એક વાર ચેક કરો અને પછી “Submit” બટન પર ક્લિક કરો.
  10. અરજી સબમિટ થયા પછી, અરજી ફોર્મ ની પ્રિન્ટ અને ફી રસીદ સાચવી રાખો.

Leave a Comment