રાજકોટ આરોગ્ય સોસાયટી ભરતી 2025 : ચાલો જાણીએ પાત્રતા, અરજી માટે દસ્તાવેજ માહિતી અને અરજી પ્રકિયા

રાજકોટ આરોગ્ય સોસાયટી ભરતી 2025 દ્વારા NHM ગુજરાત 2025 હેઠળ મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ અને અનેક પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. શું તમે આરોગ્ય ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહ્યા છો, તો તમારા માટે આ એક મહત્વપૂર્ણ તક આવી છે. આ જાહેરાત માત્ર એક નોકરી માટે નહીં પણ જીવન બદલાવાની તક છે. જો તમે સાચા અર્થમાં સમાજની સેવા કરવા માંગો છો, અને તમારી મેડિકલ કે પેરામેડિકલ લાયકાતને મૂકી શકો. તો આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં તમને સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહેશે.

રાજકોટ આરોગ્ય સોસાયટી ભરતી 2025 શું છે ?

રાજકોટ જિલ્લા આરોગ્ય સોસાયટી, એ રાષ્ટ્રીય આરોગ્ય મિશન અર્બન/ગ્રામીણ આરોગ્ય યોજનાઓ હેઠળ આરોગ્ય ક્ષેત્રમાં કરાર આધારિત ભરતી માટે જવાબદાર સરકારી સત્તાવાર સંસ્થા છે. આ ભરતી હેઠળ 70+ આરોગ્ય સંબંધિત પદો માટે ભરતીને જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો આગળની વિગતવાર માહિતી જાણીએ.

રાજકોટ આરોગ્ય સોસાયટી ભરતી 2025 ની મહત્વપૂર્ણ માહિતી :

ક્રમ વિગત માહિતી 
1. સંસ્થા જિલ્લા આરોગ્ય સોસાયટી રાજકોટ
2. પોસ્ટ મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ અને અન્ય વિવિધ પદો
3. કુલ જગ્યાઓ 70/+ ખાલી
4. પગાર ધોરણ પોસ્ટ મુજબ
5. અરજી પ્રક્રિયા ફક્ત ઓનલાઇન
6. છેલ્લી તારીખ 24 જુલાઈ 2025
7. ઓફિસિયલ વેબસાઈટ arogyasathi.gujarat.gov.in

રાજકોટ આરોગ્ય સોસાયટી ભરતી 2025 માટે પાત્રતા :

  • ઉમેદવાર ફક્ત ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષ સુધી
  • મેડિકલ ઓફિસર માટે MBBS ની ડિગ્રી
  • ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત
  • સ્ટાફ નર્સ માટે GNM અથવા B.Sc નર્સિંગ
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં અપ-ટુ-ડેટ રજીસ્ટ્રેશન ફરજિયાત
  • ફાર્મસી માટે ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીમાં
  • ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં વૈધ નોંધણી ફરજિયાત
  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટે B.Sc નર્સિંગ અથવા GNM સાથે CPCH કોર્સ
  • પસંદગી માટે અપગ્રેડેડ ટ્રેનિંગ હોય તેવો ઉમેદવાર પ્રાધાન્યમાં રહેશે.
  • ANM સ્ત્રી આરોગ્ય કાર્યકર ANM કોર્સ પાસ અને રજીસ્ટ્રેશન ફરજિયાત
  • MPHW પુરુષ આરોગ્ય કાર્યકર MPHW કોર્સ પાસ અને માન્ય સંસ્થામાંથી પ્રમાણપત્ર
  • ડેટા એન્ટ્રી ઓપરેટર/એકાઉન્ટ માટે સ્નાતક ડિગ્રી અને કોમ્પ્યુટર જ્ઞાન
  • કાઉન્સેલર/સામાજિક કાર્યકર માટે સ્નાતક/માસ્ટર ડિગ્રી સાઇકોલોજી, સોશિયલ વર્ક સંબંધિત વિષયમાં
  • વિવિધ પોસ્ટ માટે સંબંધિત ટેકનિકલ, પેરામેડિકલ કોર્સ અથવા ITI પાસ અને અનુભવ સાથે લાગી રહેલી લાયકાત

રાજકોટ આરોગ્ય સોસાયટી ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  1. આધારકાર્ડ/પાનકાર્ડ
  2. ધોરણ 10/12 ની માર્કશીટ
  3. સ્નાતક ડિગ્રી/ડિપ્લોમા/કોર્સ સર્ટિફિકેટ
  4. મેડિકલ ઓફિસર માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ નો રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર
  5. નર્સ માટે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન
  6. ફાર્માસિસ્ટ માટે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ રજીસ્ટ્રેશન
  7. અગાઉ નોકરીનું અનુભવ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  8. જાતિ પ્રમાણપત્ર
  9. જન્મ નો દાખલો
  10. રહેઠાણના પુરાવા
  11. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  12. સહી નો નમુનો

રાજકોટ આરોગ્ય સોસાયટી ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :

  1. સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો. https://arogyasathi.gujarat.gov.in
  2. હોમ પેજ પર જઈ “District Health Society Recruitment” અથવા “NHM ભરતી 2025” વિભાગ પર ક્લિક કરો.
  3. “રાજકોટ જિલ્લા આરોગ્ય સોસાયટી” પસંદ કરો. ત્યાર પછી “Apply Online” બટન પર ક્લિક કરો.
  4. ફોર્મ ખુલશે ત્યાર બાદ તમારી વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક માહિતી અને સંપર્ક માહિતી વગેરે માહિતી સચોટ રીતે ભરો.
  5. ત્યારબાદ જરૂરિયાત મુજબ તમારા દસ્તાવેજ અપલોડ કરો.
  6. ત્યારબાદ સંપૂર્ણ તમારી વિગત એક વાર ચેક કરો અને પછી “Submit” બટન પર ક્લિક કરો.
  7. અરજી સબમિટ થયા પછી, અરજી ફોર્મ ની પ્રિન્ટ અને ફી રસીદ સાચવી રાખો.

Leave a Comment