GPSC DySO ભરતી 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર (DySO) અને ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 ની જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી નોકરીની તલાશમાં રહેલા ગ્રેજ્યુએટ યુવાઓ માટે આ એક સુવર્ણ તક છે. તમારા ભવિષ્યને ઉજવળ બનાવવાનો એક સુંદર મોકો છે. તો તમે પણ નોકરી મેળવવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં તમને પોસ્ટ નું નામ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર અને અરજી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે.
GPSC DySO ભરતી 2025 શું છે ?
GPSC DySO ભરતી 2025 : એ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર (DySO) અને ડેપ્યુટી મામલતદાર, ક્લાસ 3 પદો માટે થતી પડતી પ્રક્રિયા છે. આ ભરતીમાં કુલ 102 જગ્યાઓ ભરવામાં આવશે. જે ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં સ્થાયી સરકારી નોકરીની તક પ્રદાન કરે છે.
GPSC DySO ભરતી 2025 ની મહત્વ ની માહિતી :
ક્રમ | વિગતો | જાણકારી |
1. | જાહેરાત નંબર | GPSC/2025-26/8 |
2. | ભરતી કરનાર પ્રાધિકરણ | ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) |
3. | પોસ્ટ નું નામ | ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 |
4. | નોકરી નું સ્થળ | ગુજરાત |
5. | કુલ જગ્યા | 102 પદ |
6. | પગાર |
₹ 49,600/- (ફિક્સ પગાર) થી શરૂ, પછી 39,900-1,2600 (7મો પગાર આયોગ)
|
7. | ઓફિશિયલ વેબસાઈટ | gujarat police service commission |
આ વાંચો : ગુજરાત PGCET 2025 : 5-6 જૂન 2025 ની પરીક્ષામાં શું છે જરૂરી? જાણ સંપૂર્ણ વિગતવાર માહિતી.
GPSC DySO ભરતી 2025 માટે ખાલી જગ્યાઓ :
- DySO (સેક્રેટરીયેટ), ક્લાસ 3 માં 92 ખાલી જગ્યા.
- DySO (GPSC), ક્લાસ 3 માં 9 ખાલી જગ્યા.
- DySO (ગુજરાત વિધાનસભા) માં 1 ખાલી જગ્યા.
- કુલ 102 ખાલી જગ્યાઓ.
GPSC DySO ભરતી 2025 માટે ની પાત્રતા :
- કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં બેચરોલ ડીગ્રી
- ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. પરંતુ મુખ્ય પરીક્ષા પહેલા ડીગ્રી પૂર્ણ કરવી જરૂરી છે.
- કમ્પ્યુટરનો મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
- ગુજરાતી અને હિન્દી ભાષા નું જ્ઞાન હોવું જોઈએ.
- ઉંમર મર્યાદા 20 થી 35 વર્ષ ( SC/ST/OBC માટે છૂટ)
GPSC DySO ભરતી ની મહત્વપૂર્ણ તારીખો :
- જાહેરાત જારી તારીખ – 25 જૂન 2025
- ઓનલાઇન અરજી શરૂ – 25 જૂન 2025
- આજની છેલ્લી તારીખ – 9 જુલાઈ 2025
- પરીક્ષા પ્રારંભ તારીખ – 7 સપ્ટેમ્બર 2025
GPSC DySO ની ભરતી માટે જરૂરી દસ્તાવેજ :
1. આધાર કાર્ડ અથવા પાનકાર્ડ.
2. શૈક્ષણિક દસ્તાવેજો (ડીગ્રી/સર્ટીફીકેટ).
3. જાતિ પ્રમાણપત્ર (SC/ST/OBC/EWS માટે).
4. જન્મ તારીખ પ્રમાણપત્ર અથવા ધોરણ 10 ની માર્કશીટ.
5. પાસપોર્ટ સાઈઝ નો ફોટો (સાઈઝ 50 kb થી ઓછી).
6. અરજદારની સહી (સાઈઝ 20 kb થી ઓછી).
GPSC DySO ભરતી 2025 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા :
- GPSC ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. gujarat police service commission
- જો નવા યુઝર હોવ તો “new registration” પર ક્લિક કરો. અને મોબાઈલ નંબર, ઇમેલ આઇડી અને મૂળભૂત વિગતો ભરો. અને રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ મેળવો.
- લોગીન કર્યા બાદ “apply online” – “dyso recruitment 2025” પસંદ કરો અને વ્યક્તિગત માહિતી ભરો.
- ફોટો, સહી, ડિગ્રી સર્ટિફિકેટ અને જાતિ પ્રમાણપત્ર વગેરે દસ્તાવેજ અપલોડ કરો.
- એપ્લિકેશન ફી સામાન્ય વર્ગ માટે ₹100/- + પરીક્ષા ફી અને રિઝર્વ કેટેગરી માટે ફક્ત પરીક્ષા ફી. (ફી ચુકવણી ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / નેટ બેન્કિંગ અને UPI).
- તમારી અરજીની પ્રિન્ટ અને ફી ની રસીદ સુરક્ષિત કરો.
- અરજી ”submit” કરતા પહેલા તમારી વિગત એક વાર ચેક કરો. ત્યારબાદ તમારી અરજી ”submit” કરો.
મહત્વપૂર્ણ સૂચનાઓ :
યોગ્ય ડોક્યુમેન્ટ અને લાયકાત ચકાસ્યા વગર અરજી પૂર્ણ કરવામાં આવશે નહીં. અને તમારા અપલોડ કરેલા ડોક્યુમેન્ટ JPG/PNG ફોર્મેટમાં અને નિર્ધારીત સાઈઝ માં જ હોવા જોઈએ. અને ખોટી માહિતી ભરવાથી અરજી રદ થઈ શકે છે.