GSSSB જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી 2025 : જાણો સંપૂર્ણ વિગતવાર માહિતી અને અરજી પ્રક્રિયા

GSSSB જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી 2025 : નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) દ્વારા જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ક્લાસ 3) ની ભરતી જાહેર કરવામાં આવે છે. જો તમે સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ડિગ્રી ધરાવતા હોવ અને સરકારી નોકરીમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા રાખતા હોવ, તો ગુજરાતના યુવાઓ માટે સુવર્ણ તક છે. વધુ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં તમને ભરતીની મહત્વની તારીખો, ખાલી જગ્યાઓ, પાત્રતા, જરૂરી દસ્તાવેજ, ઓનલાઈન અરજી પ્રક્રિયા ની વિશેષ માહિતી આપેલ છે.

GSSSB જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી 2025 શું છે ?

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) દ્વારા નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગ તથા ગુજરાત એન્જિનિયરિંગ ઇન્સ્ટિટયૂટ (GEERI), વડોદરા હેઠળ જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ક્લાસ 3) ની 54 જગ્યાઓ ભરવા માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટમાં સિવિલ એન્જિનિયરિંગ પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો જ કરી શકે છે. પસંદગી કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) અને દસ્તાવેજ ચકાસણી દ્વારા થશે.

GSSSB જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી 2025 ની મહત્વપૂર્ણ વિગતો :

ક્રમ  વિગત  માહિતી 
1. પોસ્ટનું નામ જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ક્લાસ 3)
2. જગ્યાઓ 54
3. પગાર ₹40,800/- માસિક
4. અરજી પ્રક્રિયા ફક્ત ઓનલાઇન
5. છેલ્લી તારીખ 15 જુલાઈ 2025
6. ઓફિસિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in

GSSSB જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી 2025 માટે પાત્રતા :

  • ઉમેદવાર ગુજરાતનો મૂળવતની હોવો જોઈએ.
  • સિવિલ એન્જિનિયરિંગમાં સનાતક ડિગ્રી (BE/B.Tech)
  • સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા (ટેકનિકલ બોર્ડ/માન્ય યુનિવર્સિટી દ્વારા)
  • ગુજરાત સરકાર/લેબોરેટરી/સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માં 2 વર્ષનો સંબંધિત ક્ષેત્રમાં અનુભવ હોવો જોઈએ.
  • ઉંમર મર્યાદા 18 વર્ષથી 35 વર્ષ સુધી.

આ પણ વાંચો : SSC MTS અને હવાલદાર ભરતી 2025 : ની જાણો સંપૂર્ણ માહિતી અને ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

GSSSB જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી 2025 માટે અરજી ફી ની વિગત :

  • સામાન્ય/EWS : ₹500/-
  • SC/ST/OBC/ભૂતપૂર્વ સૈનિક/અપંગ ઉમેદવારો : ₹400
  • મહિલા ઉમેદવારો (બધી શ્રેણી) : ₹400

GSSSB જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી 2025 માટે મહત્વ ની તારીખો :

  • અરજી શરુ થવાની તારીખ – 01 જુલાઈ 2025
  • અરજીની છેલ્લી તારીખ – 15 જુલાઈ 2025
  • પરીક્ષા તારીખ – જાહેર થશે
  • મેરિટ લિસ્ટ જાહેરાત – જાહેર થશે

GSSSB જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  1. આધારકાર્ડ/પાનકાર્ડ
  2. જન્મ પ્રમાણપત્ર
  3. રેસીડન્સ પ્રમાણપત્ર
  4. ધોરણ 10/12 ની માર્કશીટ
  5. સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી/ડિપ્લોમા ડીગ્રી પ્રમાણપત્ર
  6. અનુભવ પ્રમાણપત્ર
  7. કાયદેસર ડિગ્રી/ડિપ્લોમા માટેની માન્યતા પત્ર
  8. કેટેગરી પ્રમાણપત્ર/અપંગતા પ્રમાણપત્ર/ભૂતપૂર્વ સૈનિક પ્રમાણપત્ર
  9. પાસપોર્ટ સાઇઝ નો ફોટો/સહી સ્કેન કોપી અને અરજી ફી ની રસીદ.

GSSSB જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી 2025 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા :

1. OJAS ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
2. જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી 2025 માટે અરજી ફોર્મ ભરો.
3. શૈક્ષણિક પ્રમાણપત્રો, ફોટો, સહી વગેરે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
4. ઓનલાઈન ફી ની ચુકવણી કરો. (નેટ બેન્કિંગ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/UPI દ્વારા) ફી ની રસીદ સુરક્ષિત કરો.
5. ત્યાર પછી સંપૂર્ણ વિગત એકવાર ચેક કરો. અને પછી અરજી “submit” કરો.
6.  પછી કન્ફર્મેશન સ્લીપ ડાઉનલોડ કરો.

Leave a Comment