JNVST Class 6 Admission 2025 શું તમારું પણ સપનું છે કે તમારો બાળક જવાહર નવોદય વિદ્યાલય (JNV) માં ભણે? જો હા, તો સારા સમાચાર છે. નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ JNVST Class 6 Admission 2025 માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ 2025 સુધી વધારી દીધી છે.
ઘણા માતા-પિતાઓ અને વિદ્યાર્થીઓ પહેલાંની સમયમર્યાદા કારણે અરજી ન કરી શક્યા હતા. હવે તેમને આ વધારાની તક આપવામાં આવી છે.
નવોદય વિદ્યાલયમાં પ્રવેશ કેમ ખાસ છે?
- દરેક જિલ્લામાં 1 નવોદય વિદ્યાલય ચાલે છે.
- ક્લાસ 6માં માત્ર 80 વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે.
- પ્રવેશ માત્ર JNVST (Jawahar Navodaya Vidyalaya Selection Test) દ્વારા જ થાય છે.
- આ સ્કૂલોમાં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મફતમાં આપવામાં આવે છે.
JNVST Class 6 Admission 2025: કેવી રીતે કરશો અરજી?
- સત્તાવાર વેબસાઈટ cbseitms.rcil.gov.in પર જાઓ.
- હોમપેજ પર “JNVST Class 6 Admission 2025” રજીસ્ટ્રેશન લિંક ક્લિક કરો.
- નવું પેજ ખૂલ્યા પછી પહેલા રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન બાદ લોગિન કરી અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો:
- વિદ્યાર્થીનો ફોટો
- વિદ્યાર્થી અને માતા-પિતાનો સહી
- આધાર વિગત / નિવાસ પુરાવો
- ફોર્મ સબમિટ કરો અને ભવિષ્ય માટે તેની એક કોપી સાચવી રાખો.
JNVST Class 6 Admission 2025: પરીક્ષા ક્યારે થશે?
- પ્રવેશ માટેની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે:
- પ્રથમ તબક્કો: 13 ડિસેમ્બર 2025 (સવાર 11:30 વાગ્યે)
- બીજો તબક્કો: 11 એપ્રિલ 2026 (સવાર 11:30 વાગ્યે)
FAQs – JNVST Class 6 Admission 2025
- શું નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે કોઈ ફી છે?
ના, પ્રવેશ પ્રક્રિયા અને પરીક્ષા સંપૂર્ણ મફત છે. - એક જિલ્લાથી કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે?
દરેક નવોદય વિદ્યાલયમાં ક્લાસ 6 માટે માત્ર 80 સીટ્સ હોય છે. - પરીક્ષા કયા ભાષામાં લેવાય છે?
પરીક્ષા બહુભાષી હોય છે. તમારી રાજ્યની ભાષા સહિત હિન્દી અને અંગ્રેજી વિકલ્પ ઉપલબ્ધ હોય છે. - અરજી કરવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
વિદ્યાર્થીનો ફોટો, આધાર કાર્ડ અથવા નિવાસ પુરાવો, અને માતા-પિતાની સહી જરૂરી છે. - અરજીની છેલ્લી તારીખ શું છે?
27 ઓગસ્ટ 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે.