ઘણા ઘરોમાં એક સામાન્ય ચિંતાનો પ્રશ્ન છે – “ઘરખર્ચ પૂરો કરવા માટે કંઈક કરવું જ પડશે, પણ કઈ નોકરી મળશે?” જો તમે પણ રોજ નોકરીની જાહેરાતો શોધતા થાકી ગયા છો, અને ખાસ કરીને સરકારી નોકરીની ઈચ્છા રાખો છો, તો આ સમાચાર તમારા માટે આશાનું કિરણ બની શકે છે. આંગણવાડી ભરતી 2025 ગુજરાત
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે Gujarat Anganwadi Bharti 2025 જાહેર કરી છે. આ વખતે 9000થી વધુ જગ્યાઓ ખાલી છે, અને સૌથી ખાસ વાત એ છે કે આ ભરતી મહિલાઓ માટે જ રાખવામાં આવી છે.
Gujarat Anganwadi Bharti 2025 ની મુખ્ય માહિતી
- કુલ જગ્યાઓ: 9775 (આંગણવાડી કાર્યકર – 4198, હેલ્પર – 5577)
- અરજી કરવાની રીત: ઓનલાઈન
- અરજી કરવાની છેલ્લી તારીખ: 30 ઓગસ્ટ 2025
- અધિકૃત વેબસાઈટ: e-hrms.gujarat.gov.in
કયા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે?
સરળ શબ્દોમાં કહીએ તો, લગભગ દરેક જિલ્લામાં મોટી સંખ્યામાં જગ્યાઓ છે. અહીં કેટલાક ઉદાહરણ:
- અમદાવાદ: 217 કાર્યકર, 351 હેલ્પર
- રાજકોટ: 114 કાર્યકર, 191 હેલ્પર
- સુરત: 134 કાર્યકર, 127 હેલ્પર
- કચ્છ: 245 કાર્યકર, 374 હેલ્પર
- બનાસકાંઠા: 168 કાર્યકર, 374 હેલ્પર
આમ મળી ને 9775 ખાલી જગ્યાઓ માટે ભરતી થશે.
લાયકાત અને પગાર ધોરણ
આંગણવાડી કાર્યકર:
- લાયકાત: ધોરણ 12 પાસ (કમસે કમ 10 પાસ ચાલશે)
- પગાર: ₹10,000 પ્રતિ મહિને
આંગણવાડી હેલ્પર (તેડાગર):
- લાયકાત: ન્યૂનતમ ધોરણ 10 પાસ
- પગાર: ₹5,500 પ્રતિ મહિને
ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
- અધિકૃત વેબસાઈટ e-hrms.gujarat.gov.in
- હોમપેજ પર Recruitment વિભાગ પર ક્લિક કરો.
- ત્યાં Gujarat Anganwadi Bharti 2025 ની જાહેરાત ખૂલી જશે – તેને સારી રીતે વાંચો.
- હવે Apply Online બટન પર ક્લિક કરો.
- અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- આખરે Submit બટન દબાવીને અરજી પૂરું કરો.
- એટલું જ – તમારી અરજી સફળતાપૂર્વક નોંધાઈ જશે.