હવામાન વિભાગની આગાહી: જન્માષ્ટમીમાં ગુજરાતના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ

ગુજરાત હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આજે છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ વરસાદની માત્રા ઓછી રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ફક્ત નામ માત્રનો વરસાદ નોંધાયો છે. Aaj Nu Havaman

આજે ક્યાં થશે વરસાદ?

હવામાન વિભાગે દર્શાવ્યું છે કે આજે ગુરુવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. શુક્રવારના દિવસે નીચેના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે:

  • અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર
  • વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા
  • ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી
  • વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી

આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ અને આણંદ સહિતના જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટો વરસાદ

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ હવામાન વિભાગે છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.

અમદાવાદનું આજનું હવામાન

આજે અમદાવાદમાં આકાશમાં અંદાજે 97% વાદળો છવાયેલા રહેશે. વરસાદની શક્યતા બહુ ઓછી છે — ફક્ત 0.5 મીમી વરસાદની સંભાવના છે. પવનની ગતિ અંદાજે 9 કિમી પ્રતિ કલાક રહેશે.

દેશના અન્ય રાજ્યોમાં વરસાદની સ્થિતિ

હવામાન વિભાગે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડશે. 17 ઑગસ્ટ સુધી મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, રોયલ સીમા અને તેલંગાણામાં ભારે થી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. ખાસ કરીને 14 અને 15 ઑગસ્ટે તેલંગાણામાં અતિ ભારે વરસાદની આગાહી છે.

Leave a Comment