AMC ગાર્ડન વિભાગ ભરતી 2025 : ની જાણો સંપૂર્ણ માહિતી, દસ્તાવેજ અને ઓનલાઈન અરજી પ્રક્રિયા

AMC ગાર્ડન વિભાગ ભરતી 2025 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગાર્ડન વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે પણ ગુજરાતમાં સરકારની નોકરીમાં કારકિર્દી બનાવા ઇચ્છો છો, તો આ AMC ની ભરતી તમારા માટે સુવર્ણ તક છે. જો તમે સરકારી નોકરી ની તલાશમાં છો, તો લેખને અંત સુધી વાંચતા રહો, જેમાં તમને પાત્રતા, મહત્વની તારીખ, અરજી માટે જરૂરી દસ્તાવેજ, અને ઓનલાઈન અરજી પ્રક્રિયા વગેરે ની સંપૂર્ણ માહિતી મળી રહેશે.

AMC ગાર્ડન વિભાગ ભરતી 2025 શું છે ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગાર્ડન વિભાગમાં 48 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી સહાયક ગાર્ડન સુપરવાઇઝર, ગાર્ડન ઇન્સ્પેક્ટર અને ગાર્ડન સુપરવાઇઝર જેવી પોસ્ટ માટે છે. જેમાં કૃષિ બાગાયત અથવા શહેરી હરીયાળી વિકાસમાં રસ ધરાવતો ઉમેદવારોને સુવર્ણ તક પ્રદાન કરે છે.

AMC ગાર્ડન વિભાગ ભરતી 2025 ની મુખ્ય વિગતો :

ક્રમ  વિગત  માહિતી 
1. સંસ્થાનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
2. કુલ જગ્યા  48/-
3. પગાર ₹20,000 થી ₹49,000 (પોસ્ટ અનુસાર)
4. અરજી પ્રક્રિયા ફક્ત ઓનલાઇન
5. છેલ્લી તારીખ 8 જુલાઈ 2025
6. ઓફિસિયલ વેબસાઈટ https://ahmedabadcity.gov.in/

આ વાંચો : IBPS PO ભરતી 2025 : ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન જાણો સંપૂર્ણ વિગતવાર માહિતી અને અરજી પ્રક્રિયા

AMC ગાર્ડન વિભાગ ભરતી 2025 માટે પાત્રતા :

  • સહાયક ગાર્ડન સુપરવાઇઝર માટે :
  • કૃષિ અથવા બાગાયતમાં B.Sc ની ડિગ્રી.
  • 2 વર્ષનો સરકારી/અર્ધ-સરકારી સંસ્થામાં બાગાયત ક્ષેત્ર અનુભવ
  • ઉંમર મર્યાદા ૧૮ થી ૪૫ વર્ષ વચ્ચે
  • ગાર્ડન ઇન્સ્પેક્ટર માટે :
  • ધોરણ 10 પાસ અને કૃષિ/બાગાયતમાં ડિપ્લોમા
  • 2 વર્ષનો સંબંધિત ક્ષેત્રમાં અનુભવ
  • ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ વચ્ચે
  • ગાર્ડન સુપરવાઇઝર માટે :
  • ધોરણ 12 પાસ અથવા બાગાયતમાં ડિપ્લોમા/સર્ટિફિકેટ
  • ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ વચ્ચે
  • SC/ST/OBC/EWS/દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત સરકારના નિયમો મુજબ અનામત.
  • અરજી ફી ની ઓનલાઇન ચુકવણી કરો.
  • સામાન્ય/OBC માટે ₹500/- અને SC/ST દિવ્યગ માટે ₹250/- (નેટ બેંકિંગ/ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/UPI).

AMC ગાર્ડન વિભાગ ભરતી 2025 ની મહત્વની તારીખો :

  • અરજી શરૂ થાયયાની તારીખ – 15 જૂન 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 8 જુલાઈ 2025
  • બીજું કોની છેલ્લી તારીખ – 10 જુલાઈ 2025
  • પરીક્ષા તારીખ – ઓગસ્ટ 2025
  • ઇન્ટરવ્યૂ ની તારીખ – સપ્ટેમ્બર 2025

AMC ગાર્ડન વિભાગ ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  • આધારકાર્ડ પાનકાર્ડ
  • ધોરણ 10 12 ની માર્કશીટ અને પ્રમાણપત્ર
  • ડિપ્લોમા ડિગ્રી
  • અનુભવ પ્રમાણપત્ર
  • SC/ST/OBC/EWS જાતિ પ્રમાણપત્ર
  • દિવ્યાંગ ઉમેદવાર માટે મેડિકલ સર્ટિફિકેટ (40% થી વધુ અપંગતા)
  • અરજી ફી ની રસીદ (ઓનલાઇન ચુકવણી પછી)
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • સહી યુક્ત ફોર્મ

AMC ગાર્ડન વિભાગ ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :

  1. AMC ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. https://ahmedabadcity.gov.in/
  2. “Recruitment” અથવા “Current Openings” સેક્શનમાં જાઓ.
  3. “Garden Department Recruitment 2025” લિંક પર ક્લિક કરો.
  4. “Apply online” બટન પર ક્લિક કરીને નવા પેજ પર જાઓ.
  5. તમારી મૂળભૂત વિગતો (નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઇમેઇલ) દાખલ કરો.
  6. ત્યાર પછી રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જનરેટ થશે (સાચવીને રાખો).
  7. ત્યાર પછી રજીસ્ટ્રેશન થયેલ ઇમેલ/મોબાઈલ નંબર અને પાસવર્ડથી દ્વારા લોગઇન કરો.
  8. લોગીન થયા બાદ તમારી શૈક્ષણિક વિગતો, વ્યક્તિગત વિગતો અને અનામત વિગતો ભરો.
  9. સ્કેન કરેલ દસ્તાવેજ અપલોડ કરો.
  10. ઓનલાઇન દ્વારા અરજી ફી ની ચુકવણી કરો (ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI દ્વારા).
  11. ફી ની રસીદ ડાઉનલોડ કરી સંભાળી રાખો.
  12. ત્યાર બાદ સંપૂર્ણ વિગત એક વાર ચેક કરી. અરજીને “Submit” કરો.

Leave a Comment