આજે ઘણા લોકોને અચાનક પૈસાની જરૂર પડે છે. કોઈ ઘરનું કામ, તબીબી ઈમરજન્સી, લગ્ન-સમારોહ કે બાળકોના શિક્ષણનો ખર્ચ – આવા સમયમાં સૌથી પહેલી વિચાર આવે છે કે ઝડપથી પૈસા ક્યાંથી લાવીએ?
પહેલા જમાનામાં બેંકમાંથી લોન લેવા માટે લાંબી લાઇન, ઘણાં કાગળપત્રો અને સપ્તાહો જેટલો સમય લાગતો. પણ હવે ટેક્નોલોજી બદલાઈ ગઈ છે.
Bank of Baroda એ હવે મોબાઇલ એપ અને નેટબેન્કિંગ દ્વારા Instant Personal Loan આપવાનું શરૂ કર્યું છે. આ લોન માટે તમને શાખામાં જવાની જરૂર નથી, કાગળપત્રોની ઝંઝટ નથી. જો તમે BOB ના પાત્ર ગ્રાહક છો તો 10-15 મિનિટમાં જ લોન તમારા ખાતામાં આવી શકે છે.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન કોને મળશે ?
Bank of Baroda ની આ લોન દરેકને નથી મળતી. આ ખાસ કરીને તેમના માટે છે જેઓ BOB ના મોજુદા ગ્રાહકો છે.
- જેમનું સેવિંગ્સ અકાઉન્ટ અથવા સેલરી અકાઉન્ટ BOB માં છે.
- જે ગ્રાહકોની ટ્રાન્ઝેક્શન હિસ્ટરી સારી છે.
- જેમનો CIBIL સ્કોર 700+ છે.
- અને સૌથી મહત્વની વાત – આ લોન Pre-approved Customers માટે ઉપલબ્ધ છે.
જો તમે આ કેટેગરીમાં આવો છો તો તમને બેંકની શાખામાં જવાની પણ જરૂર નથી.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન જરૂરી ડોક્યુમેન્ટ
Pre-approved ગ્રાહકો માટે મોટાભાગે ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. તેમ છતાં સામાન્ય રીતે બેંક નીચેના દસ્તાવેજો માંગી શકે:
- PAN Card
- Aadhaar Card (KYC linked હોવું જોઈએ)
- Salary Slip અથવા IT Return (non pre-approved માટે)
- Bank of Baroda માં સક્રિય અકાઉન્ટ હોવું જરૂરી
બેંક ઓફ બરોડા પર્સનલ લોનના મુખ્ય લાભ
- ઝડપી મંજૂરી – 10-15 મિનિટમાં લોન સીધું તમારા અકાઉન્ટમાં.
- કોઈ branch visit નહીં – ફક્ત BOB World App અથવા NetBanking દ્વારા અરજી.
- કાગળ વગરની પ્રોસેસ – જો તમે Pre-approved છો તો ફક્ત મોબાઇલમાં OTP પૂરતું.
- લોન રકમ – ₹10,000 થી ₹1,00,000 સુધી.
- લચીલા Repayment Options – 12 થી 36 મહિના સુધી.
- પારદર્શક પ્રોસેસ – બધું ઑનલાઇન અને સ્પષ્ટ.
બેંક ઓફ બરોડા પર્સનલ અરજી કરવાની પ્રક્રિયા
ચાલો હવે સમજીએ કે તમે કેવી રીતે અરજી કરી શકો:
1. BOB World App ખોલો
તમારા મોબાઇલમાં Bank of Baroda ની BOB World Mobile Banking App ડાઉનલોડ કરો અને લોગિન કરો.
2. Loans વિભાગમાં જાઓ
App માં Loans નામનો એક વિભાગ હશે. ત્યાં ક્લિક કરો.
3. Digital Personal Loan પસંદ કરો
અહીં તમને “Digital Personal Loan” નો વિકલ્પ મળશે.
4. Eligibility ચેક કરો
સિસ્ટમ આપમેળે તમારા ડેટા પરથી બતાવશે કે તમે લોન માટે પાત્ર છો કે નહીં.
5. લોન રકમ અને સમયગાળો પસંદ કરો
તમારી જરૂરિયાત મુજબ લોનની રકમ અને ચુકવણી સમયગાળો (12 થી 36 મહિના) પસંદ કરો.
6. OTP દ્વારા કન્ફર્મ કરો
અંતમાં OTP વડે કન્ફર્મ કરો.
બસ! થોડા જ મિનિટોમાં પૈસા સીધા તમારા અકાઉન્ટમાં આવી જશે.
વ્યાજ દર (Interest Rate)
Bank of Baroda ના પર્સનલ લોન પર વ્યાજ દર અંદાજે 11% થી 16% પ્રતિ વર્ષ રહે છે.
આ તમારું CIBIL સ્કોર, ઇનકમ અને બેંક સાથેનો રિલેશનશીપ પર આધારિત છે.
મુદત (Repayment Tenure)
- લોન પરત આપવા માટે તમને 12 મહિના થી 36 મહિના સુધીનો સમય મળે છે.
- તમે તમારી સુવિધા પ્રમાણે સમયગાળો પસંદ કરી શકો છો.
- જેટલો લાંબો સમય લેશો, EMI ઓછી થશે પણ વ્યાજ વધારે લાગશે.
ઉદાહરણ (Loan EMI કૅલ્ક્યુલેશન)
માનીએ કે તમે ₹1,00,000 ની લોન 12% વ્યાજ દરે 24 મહિનાના સમયગાળા માટે લો:
- EMI અંદાજે ₹4,707 આવશે.
- કુલ ચુકવણી થશે લગભગ ₹1,12,968.
- એટલે કે વ્યાજનો ખર્ચ લગભગ ₹12,968 થશે.
લોનના ફાયદા
- અચાનક પૈસા જોઈએ ત્યારે તરત મદદરૂપ.
- કોઈ ગેરંટી કે ગીરવી નથી માંગતી.
- માત્ર BOB અકાઉન્ટ હોવા પૂરતું.
- ડિજિટલ હોવાથી પારદર્શક અને સુરક્ષિત.
મર્યાદાઓ
- ફક્ત pre-approved ગ્રાહકોને જ તરત લોન મળશે.
- વ્યાજ દર થોડી વધારે હોઈ શકે છે (તુલનાએ અન્ય લોનથી).
- Processing Fee લાગુ પડે છે (અંદાજે 2% સુધી).