Dudhsagar Dairy mehsana bharti 2025 તમે મહેસાણા અથવા આસપાસના વિસ્તારમાં રહો છો અને નોકરી માટે સારી તકની રાહ જુઓ છો? ખાસ કરીને એવી નોકરી કે જે સ્થિર, પ્રતિષ્ઠિત અને ઘર નજીક હોય? તો આ ભરતી તમારા માટે હોઈ શકે છે. મહેસાણા દૂધસાગર ડેરી એ જુનિયર એક્ઝિક્યુટિવ અને ટ્રેઈની એક્ઝિક્યુટિવ જેવી પોસ્ટ્સ માટે કુલ 15 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે.
ભરતીની મુખ્ય માહિતી
વિગત | માહિતી |
---|---|
સંસ્થા | દૂધસાગર ડેરી, મહેસાણા (મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.) |
પોસ્ટ | જુનિયર એક્ઝિક્યુટિવ, ટ્રેઈની એક્ઝિક્યુટિવ |
જગ્યાઓ | 15 |
ઉંમર મર્યાદા | જુનિયર એક્ઝિક્યુટિવ – મહત્તમ 30 વર્ષ ટ્રેઈની એક્ઝિક્યુટિવ – મહત્તમ 25 વર્ષ |
જાહેરાત તારીખ | 13 ઓગસ્ટ 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયા બાદ 15 દિવસની અંદર |
સત્તાવાર વેબસાઇટ | www.dudhsagardairy.coop |
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા છે?
- જુનિયર એક્ઝિક્યુટિવ: 7
- ટ્રેઈની એક્ઝિક્યુટિવ :8
- કુલ :15
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- જુનિયર એક્ઝિક્યુટિવ
- સરકાર માન્ય સંસ્થામાંથી B.Tech (D.T.) ડિગ્રી
- ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ
- ટ્રેઈની એક્ઝિક્યુટિવ
- વર્ષ 2025માં પાસ થયેલા B.Tech (D.T.) ડિગ્રી ધારક ઉમેદવારો

સરનામું
- જનરલ મેનેજર (એચ.આર., એડમિન અને કમિશન)
- મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.
- હાઈવે રોડ, મહેસાણા – 384002, ગુજરાત
અરજી કરતાં પહેલા ધ્યાનમાં રાખવાની વાતો
- GCMMF અથવા તેની સિસ્ટર યુનિયનમાં કાર્યરત કર્મચારીઓએ ઇન્ટરવ્યુ સમયે NOC લાવવું જરૂરી છે.
- અરજી સમયમર્યાદા પછી મોકલેલી અરજી માન્ય નહીં ગણાય.
- ફોર્મ ભરતી વખતે તમામ વિગતો સાચી અને સ્પષ્ટ લખવી.