GCAS પ્રવેશ પ્રક્રિયા 2025-26 : ગુજરાત કોમન એડમિશન સર્વિસેસ, તબક્કા (મેરીટ)નું સંપૂર્ણ ટાઈમ ટેબલ

GCAS પ્રવેશ પ્રક્રિયા 2025-26 : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા Gujarat common admission service (GCAS) પોર્ટલ પરથી સનાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 2025-26 માટે ખાસ તબક્કા જાહેર કરવામાં આવે છે. તબક્કાઓ ના કારણે વિદ્યાર્થીઓ હજુ સુધી પ્રવેશ મેળવી શક્યા નથી. તો ચાલો આજે આ લેખ માં જાણીયે કે કયો ખાસ તબક્કોઓ (મેરીટ ) લિસ્ટ કઈ તારીખે જાહેર કરવામાં આવશે. મેરીટ માં નામ કઈ રીતે ચેક કરવું અને મેરીટ લિસ્ટ માં નામ આવ્યા પછી સુ કરવું, અને કાયા કાયા દસ્તાવેજ ની જરૂર પડશે, તેની જાણો સંપૂર્ણ માહિતી.

GCAS પ્રવેશ પ્રક્રિયા 2025-26 નો તબક્કો શું છે ?

GCAS પ્રવેશ પ્રક્રિયા 2025-26 : GCAS Portal દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ અને તેમના સંલગ્ન કોલેજમાં પ્રવેશ માટે કેન્દ્રીય પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ તબક્કો એ વિદ્યાર્થીઓ માટે એક છેલ્લી તક છે. જ્યાં તેઓ પોતાનો ભવિષ્ય સફળ બનાવી શકે છે.

GCAS પ્રવેશ પ્રક્રિયા 2025-26 ના તબક્કાનું સંપૂર્ણ ટાઈમ ટેબલ :

ક્રમ  પ્રવેશ તબક્કો (મેરીટ) તારીખ  કુલ દિવસો  વિદ્યાર્થીઓ એ અનુસરવાની પ્રક્રિયા 
1. રજિસ્ટ્રેશન રાઉન્ડ 2 જુલાઈ થી 3 જુલાઈ 2025 02 ઓનલાઈન રજિસ્ટ્રેશન, ફી ભરવી, શૈક્ષણિક વિગતો અપલોડ કરવી અને પસંદગી ફાઇનલ કરવી
2. વેરીફીકેશન રાઉન્ડ 2 જુલાઈ થી 4 જુલાઈ 2025 03 અરજીઓ અને દસ્તાવેજોની નજીકના વેરીફીકેશન સેન્ટર પર ચકાસણી
3. ટેકનિકલ પ્રક્રિયા 5 જુલાઈ 2025 01 સ્ટાફ દ્વારા ટેકનિકલ ચકાસણી
4. ખાસ પ્રવેશ રાઉન્ડ – 1 7 જુલાઈ 2025 01 GCAS પોર્ટલ પર મળેલી ઓફર જોઈને પસંદગીની કોલેજ અને પ્રોગ્રામ કન્ફર્મ કરવો
5. ખાસ પ્રવેશ રાઉન્ડ – 2 8 જુલાઈ 2025 01 ઉપરોક્ત જ રીત પ્રમાણે બીજી તક
6. ખાસ પ્રવેશ રાઉન્ડ – 3 9 જુલાઈ 2025 01 ઉપરોક્ત જ રીત પ્રમાણે ત્રીજી તક
7. ખાસ પ્રવેશ રાઉન્ડ – 4 10 જુલાઈ 2025 01 ઉપરોક્ત જ રીત પ્રમાણે ચોથી તક
8. ખાસ પ્રવેશ રાઉન્ડ – 5 11 જુલાઈ 2025 01 ઉપરોક્ત જ રીત પ્રમાણે પાંચમી અને છેલ્લી તક

આ વાંચો : RRB ટેકનિશિયન ભરતી 2025 : જાણો રેલ્વે વિભાગની ભરતી વિશે સંપૂર્ણ માહિતી અને અરજી પ્રક્રિયા

GCAS પ્રવેશ પ્રક્રિયા 2025-26 ના મેરીટ લિસ્ટ માં નામ કેવી રીતે ચેક કરવું :

  1. સૌપ્રથમ અધિકૃત વેબસાઈટ પર જાઓ :
  2. પછી “candidate login” અથવા “login” બટન પર ક્લિક કરો.
  3. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર, રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો.
  4. ત્યાર પછી કેપ્ચા કોડ દાખલ કરો.
  5. ત્યાં “Merit Status”, “My Alloment” અથવા “Admission Offer” નામે વિભાગ હશે.
  6. પછી તમારી સામે મેરીટ લિસ્ટ ખુલશે. જેમાં તમારું નામ લિસ્ટ છે, કે નહીં તેની તમને ખબસ પડશે.
  7. જો તમારું નામ મેરીટ લીસ્ટમાં હશે, તો તમને કઈ કોલેજ/યુનિવર્સિટી અને કયો પ્રોગ્રામ ફાળવે છે, તેની માહિતી તમને મળશે.

GCAS પ્રવેશ પ્રક્રિયા 2025-26 ના મેરીટ લિસ્ટ માં નામ આવ્યા પછી શું કરવું ?

વિદ્યાર્થી મિત્રો, તમારું નામ GCAS MERIT LIST માં આવી ગઈ છે, તો ખૂબ ખૂબ અભિનંદન. હવે આગળનું પગલું સમજીને સમયસર કચેરી કાર્ય કરું ખૂબ જરૂરી છે. તેને જલદી પૂરું કરીયે તો નીચેના પગલાં સમજીએ.

1. GCAS પોર્ટલ પરથી તમારિ “Merit Rank” અને “Allotted college/program” તપાસો.
2. તમને પસંદ ના કોલેજ/કોર્સમાં સ્થાન મળ્યું હોય, તો આગળ વધો.
3. GCAS પોર્ટલ પર લોગીન કરો.
4. જે “Offer” મળી છે તે OTP દ્વારા કન્ફર્મ
5. પછી “Offer letter” ડાઉનલોડ કરો.
6. ત્યાર પછી પસંદ કરેલ કોલેજમાં દસ્તાવેજ લઈ જઈ ફિઝિકલ રિપોર્ટિંગ કરવું.

  • Offer letter (GCAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરેલું)
  • ધોરણ 10 મી/12 મી ની માર્કશીટ
  • ટ્રાન્સફર સર્ટિફિકેટ
  • કેરેક્ટર સર્ટિફિકેટ
  • જાતિનું પ્રમાણપત્ર
  • OBC માટે નોન-ક્રિમી લેયર પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • સહી નો નમુનો

7. ત્યાર પછી કોલેજે માંગેલી પ્રવેશ ફી ભરો.
8. આ સંપૂર્ણ પ્રક્રિયા તમે કમ્પલેટ કરો છો. ત્યારે તમારું એડમિશન ફાઇનલ કન્ફર્મ થાય છે.

Leave a Comment