ગુજરાત PGCET 2025 : નમસ્કાર ભાવિક ઉચ્ચ અભ્યાસ મિત્રો, જો તમે ગુજરાતમાં એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર કે ફાર્મસીમા પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાનું સપનું જોઈ રહ્યા છો. અને GATE કે GPAT ની પરીક્ષામાં યોગ્યતા નથી મેળવી. તો ગુજરાત PGCET એ તમારા ભવિષ્યને ઉજવળ બનાવવા માટે ની એક મહત્વપૂર્ણ તક છે. આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો ચાલો આ વર્ષની PGCET પરીક્ષા વિશેની બધી જરૂર માહિતી અને સફળતાનો માર્ગ સરળતાથી સમજીએ. તો તમે આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં આપણે ગુજરાત PGCET વિશે જરૂરી જાણકારી પ્રાપ્ત કરીશું.
ગુજરાત PGCET 2025 શું છે ?
ગુજરાત PGCET (પોસ્ટ ગ્રેજ્યુએટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) એ રાજ્ય સરકારની પ્રવેશ પ્રક્રિયા છે. જેનું આયોજન પ્રોફેશનલ કોર્સ એડમિશન કમિટી દ્વારા ગુજરાત રાજ્યમાં એમ.ટેક, એમ.આર્ક, અને એમ.ફાર્મા જેવા પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ માટે કરવામાં આવે છે. આ પરીક્ષા ટૂંક જ સમયમાં નજીક આવી રહી છે. અને ગુજરાત PGCET ની પરીક્ષા નો પ્રારંભ જુલાઈ 2025 ના મહિનામાં થવાનો છે.
ગુજરાત PGCET 2025 ની મુખ્ય તારીખો અને માહિતી :
1. પરીક્ષા તારીખો : 5 જુલાઈ 2025 અને 6 જુલાઈ 2025
2. આયોજક : પ્રોફેશનલ કોર્સ એડમિશન કમિટી (ACPC)
3. પરીક્ષાનો હેતુ : એમ.ટેક, એમ.આર્ક અને એમ.ફાર્મા જેવા પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાનો.
4. પાત્રતા : મુખ્યત્વે તે ઉમેદવારો માટે જેઓએ GATE અથવા GPAT ની પરીક્ષામાં યોગ્યતા મેળવી નથી. ઉપરાંત સ્પોન્સર્ડ ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકે છે.
5. પરીક્ષાનું સ્વરૂપ :
- માધ્યમ : ઓફલાઈન (OMR શીટ પર)
- પ્રશ્નનો પ્રકાર : બહુ વૈકલ્પિક પ્રશ્નો (MCQs)
- સમયગાળો : 90 મિનિટ
- નેગેટીવ માર્કિંગ : નથી
6. પ્રવેશ પત્ર : પરીક્ષા ના થોડા દિવસ પહેલા જ ઓફિશિયલ વેબસાઈટ gujacpc.admissions.nic.in પર જાહેર થશે. તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવાનું ભૂલશો નહીં.
7. રીઝલ્ટ : પરીક્ષાનું પરિણામ મેરીટ લીસ્ટના ગ્રુપમાં 15 જુલાઈ 2025 ના રોજ થવાનું છે આ રેન્ક અને સ્કોર જાણવા માટે આ દિવસની રાહ જોવી પડશે.
8. કાઉન્સેલિંગ : ACPC દ્વારા GATE/GPAT ક્વોલિફાઇડ અને નોન-ક્વોલિફાઇડ બંને પ્રકારના ઉમેદવારો માટે કાઉન્સેલિંગ યોજનામાં આવશે પ્રવેશની અંતિમ પ્રક્રિયા કાઉન્સિલિંગ દ્વારા રાજ્ય થાય છે.
ગુજરાત PGCET 2025 ની અન્ય ખાસ નોંધનીય બાબતો :
- રજીસ્ટ્રેશન : 18 જૂન 2025 ના રોજ પૂર્ણ થઈ ગયું છે. જેઓએ રજીસ્ટ્રેશન કર્યું છે, તેમને હવે પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
- પરીક્ષા કેન્દ્રો : પરીક્ષા ગુજરાતમાં નિયુક્ત કરેલા વિવિધ સહાય પર સેન્ટર પર લગાવવામાં આવશે તમારો ચોક્કસ કેન્દ્ર પ્રવેશ પત્ર પર જણાવવામાં આવશે.
- સિલેબસ : પરીક્ષાના સિલેબસ તમારિ પસંદગીની સ્પેશ્યાલાઈઝેશન પર આધારિત છે ચોક્કસ અને વિગતવાર સિલેબસ જાણવા માટે ACPC ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવાની છે.
- યોગ્યતા માર્કસ : કોસ્ટિક ગ્રેજ્યુએટ માં પ્રવેશ મેળવવા માટે તમારા સ્થાનાંતર ડિગ્રીમાં ઓછામાં ઓછા 50 % માર્ક હોવા જોઈએ. SC / ST / OBC જેવી અનામત શ્રેણીના ઉમેદવારો માટે ઓછામાં ઓછા 45 % માર્કસની છૂટ છે.
- GATE/GPAT ની અસર ની માહિતી : જે તમે GATE અથવા GPAT ની પરીક્ષામાં ક્વોલિફાઇડ થયા છો તો તમારે ગુજરાત PGCET ની પરીક્ષા આપવાની જરૂર નથી તમે તમારા GATE/GPAT કોના આધારે કાઉન્સિલિંગમાં લાઈફ લઈ શકો છો.
ગુજરાત PGCET 2025 એ તમારી ઉચ્ચ શિક્ષણની યાત્રામાં એક નિર્ણાયક પગથિયું છે. યોગ્ય માહિતી, સમર્પિત તૈયારી અને સકારાત્મક વલણ સાથે તમે આ પરીક્ષામાં પરિણામ મેળવી શકો છો. આત્મવિશ્વાસ રાખો ખૂબ મહેનત કરો, અને તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. જુલાઈ 5 અને 6 ના દિવસે તમારા સપનાઓને સહકાર કરવાના હોય છે. અને તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ અને સફળતાની શુભકામનાઓ.