શું તમને પણ લાગે છે કે આ વર્ષે વરસાદે જીવન મુશ્કેલ બનાવી દીધું છે? રસ્તાઓ પાણીમાં ગરક, ઘરોમાં પાણી ઘુસી જવું, ટ્રાન્સપોર્ટ બંધ થવો આ બધું હવે સામાન્ય બની ગયું છે. અને હવે ફરી એક આગાહી આવી છે કે ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. Gujarat Rain Forecast
અંબાલાલ પટેલે શું આગાહી કરી?
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં પડેલો ભારે વરસાદ હવે ગુજરાત તરફ ખસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં આવતા દિવસોમાં ભારે વરસાદ પડશે.
તેમણે ખાસ ચેતવણી આપી છે કે
- સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ત્રાટક વધુ જોવા મળશે.
- ઓગસ્ટના અંતથી લઈને સપ્ટેમ્બરનાં પ્રારંભ સુધી વરસાદ અતિભારે સ્વરૂપ લઈ શકે છે.
- નદીઓમાં નવા નીર આવશે અને કેટલાક સ્થળોએ પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
કયા વિસ્તારોમાં વધુ અસર થશે?
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બન્નેની આગાહી મુજબ:
- જુનાગઢ, પોરબંદર, દ્વારકા, સોમનાથ, અમરેલી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ અસર થશે.
- સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
- કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
તહેવારો પર વરસાદનો પ્રભાવ
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ગણેશ ચતુર્થી અને પર્યુષણના દિવસોમાં વરસાદ મન મૂકીને વરસી શકે છે. એટલે કે, તહેવારો દરમ્યાન પરિવારોને મુસાફરી અને ઉજવણીમાં મુશ્કેલી પડી શકે છે.