ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ શંકાસ્પદ – જમીનદારથી લઈને કંપની ડિરેક્ટર સુધી મફત અનાજના લાભાર્થી

જો તમે એનએફએસએ રેશનકાર્ડ ધારક છો, તો તાજેતરના આંકડાઓ તમને ચોંકાવી શકે છે. અન્ન પુરવઠા વિભાગે તપાસ કરી તો ખબર પડી કે રાજ્યમાં લગભગ 55 લાખ રેશનકાર્ડ એવા છે જેને શંકાસ્પદ માનવામાં આવ્યા છે. આમાં માત્ર ગરીબ પરિવારો જ નહીં, પણ મોટા જમીનદાર, કંપનીના ડિરેક્ટર અને 25 લાખ રૂપિયા કરતા વધુ ટર્નઓવર કરનારા લોકો પણ સામેલ છે – જે સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. gujarat ration card news

શું બહાર આવ્યું છે તપાસમાં?

  • કુલ 3.60 કરોડ એનએફએસએ કાર્ડ ધારકોમાંથી 55 લાખ કાર્ડ શંકાસ્પદ છે.
  • પ્રથમ તબક્કામાં 15.66 લાખ કાર્ડને નોન એનએફએસએમાં બદલી દેવામાં આવ્યા છે, એટલે હવે તેઓને મફત અનાજ નહીં મળે.
  • 5,467 કંપની ડિરેક્ટરો, 2,000 થી વધુ ઉચ્ચ આવક ધરાવતા લોકો અને અનેક મોટા જમીનદારો મફત અનાજ લેતા હોવાનું સામે આવ્યું છે.

મૃતકો અને ડુપ્લિકેટ નામનો મુદ્દો

  • તપાસમાં આ પણ જાણવા મળ્યું કે:
  • મૃત્યુ પામેલા લોકોના નામે વર્ષોથી અનાજ લેવાઈ રહ્યું હતું.
  • કેટલાક કાર્ડધારકોને એક વર્ષથી અનાજ લેવાયું જ નથી.
  • અન્ય રાજ્યોમાં રેશનકાર્ડ ધરાવતા લોકોની સંખ્યા 3,500 થી વધુ છે.
  • 22,000 કાર્ડ ડુપ્લિકેટ નામ સાથે નોંધાયા છે.

માત્ર બે વર્ષમાં 20 લાખ નવા મફત અનાજ લેનારા કેમ?

2022–23માં મફત અનાજ લેનારાઓની સંખ્યા હતી 3.45 કરોડ. 2025માં આ વધીને 3.65 કરોડ થઈ ગઈ – એટલે માત્ર બે વર્ષમાં 20 લાખ લોકોનો વધારો. પ્રશ્ન એ છે કે, આટલા નવા કાર્ડ કોને અને કેવી રીતે જારી કરાયા? અને હવે જ્યારે કાર્ડ રદ થઈ રહ્યા છે, તો તેને કાઢનારાઓ સામે પગલા કેમ નથી લેવાતા?

Leave a Comment