મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2025: ગરીબ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક!

તમારું બાળક પણ ધોરણ 8માં ભણે છે? અને શું તમે ચાહો છો કે તમારા બાળકને ધોરણ 9 થી 12 સુધી મફત શિક્ષણ મળે? જો હા, તો આ યોજના તમારા માટે જ છે! મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2025 Gyan sadhana scholarship 2025 result

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના ગુજરાત સરકાર દ્વારા મેધાવી પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ યોજનાની મદદથી 25,000 વિદ્યાર્થીઓને દર વર્ષે શિષ્યવૃત્તિ મળશે. પણ આમાં તમારું બાળક પણ સામેલ થઈ શકે!

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શું છે?

  • આ એક મેરીટ-આધારિત શિષ્યવૃત્તિ યોજના છે, જેમાં:
  • ધોરણ 1 થી 8 સુધી સરકારી/અનુદાનિત શાળામાં સતત પાસ થયેલા વિદ્યાર્થીઓ આવડત પરીક્ષા આપી શકે છે.
  • 50,000+ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પરંતુ માત્ર 25,000 ટોપર વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ મેળવશે.
  • શિષ્યવૃત્તિ ધોરણ 9 થી 12 સુધી ચાલશે, જેથી તમારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત થશે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ 2025 ની મહત્વપૂર્ણ તારીખો

ઘટના તારીખ
યોજનાની જાહેરાત 24 ફેબ્રુઆરી 2025
ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 25 ફેબ્રુઆરી 2025
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 માર્ચ 2025
પરીક્ષા તારીખ 29 માર્ચ 2025

નોંધ: પરીક્ષા ફી નિઃશુલ્ક છે! કોઈપણ ચાર્જ લાગુ પડતો નથી.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે પાત્રતા

  • ધોરણ 1 થી 8 સુધી સરકારી/અનુદાનિત શાળામાં અભ્યાસ.
  • એક પણ વર્ષ નાપાસ ન થયેલ હોય.
  • હાલમાં ધોરણ 8માં અભ્યાસરત હોય.
  • આરટીઇ (RTE) વિદ્યાર્થીઓ માટે:
  • જે બાળકોએ RTE Act 2009 હેઠળ ફ્રી એડમિશન લીધું હોય,
  • તેમના માતા-પિતાની આવક RTE મર્યાદા (વાર્ષિક ₹1 લાખ) કરતાં વધુ ન હોય.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌપ્રથમ schoolattendance.gujarat.gov.in પર જાઓ.
  • શાળાના ડાયસ કોડ અને શિક્ષક કોડથી લોગિન કરો.
  • ધોરણ 8ના વિદ્યાર્થીઓની યાદીમાંથી તમારા બાળકનું નામ પસંદ કરો.
  • જરૂરી વિગતો (મોબાઇલ નંબર, જાતિ, કેટેગરી) ભરો.
  • ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લઈ લો.

Leave a Comment