IB ACLO ભરતી 2025 : પાત્રતા, દસ્તાવેજ વિગત, અરજી પ્રક્રિયા અને માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો

IB ACLO ભરતી 2025 : ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઈન્ટેલિજન્સ બ્યુરો હેઠળ સહાય કેન્દ્રીય ગુપ્તચર અધિકારી ગ્રેડ- II માટે ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને કેન્દ્રીય સુરક્ષા સેવાનો સપનોજીવી કોઈ પણ સ્નાતક યુવાન ભારતમાં એક પ્રતિષ્ઠિત સરકારી પદ પર સેવા આપવા માંગે છે, તો તેના માટે IB ACIO ભરતી 2025 એક ઉત્તમ તક બનીને આવી છે. અને વધુ વિગતવાર માહિતી જાણવા માટે, આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં તમને સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહેશે.

IB ACLO ભરતી 2025 શું છે ?

IB ACIO ભરતી 2025 એ ભારત સરકારના ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs – MHA) દ્વારા જાહેર કરાયેલી મહત્વપૂર્ણ સરકારી નોકરીની તક છે. જે ઇન્ટેલેજન્સ બ્યુરો (IB) માટે Assistant Central Intelligence Officer – grade-II/Executive પદ માટે ચાલે છે. આ ભારતી માં કુલ 3,717 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. ત્યાં પસંદગી પામેલ ઉમેદવાર રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તો ચાલો જાણીએ આગળ ની વિગતવાર માહિતી.

IB ACLO ભરતી 2025 ની મહત્વપૂર્ણ માહિતી :

ક્રમ  વિગત  માહિતી 
1. સંસ્થા  ગૃહ મંત્રાલય (ઇન્ટેલિજન્સ બ્યુરો)
2. પોસ્ટ  ACIO-II / Executive
3. કુલ જગ્યાઓ  3,717/- પદ
4. પગાર ધોરણ  ₹44,900/- થી ₹1,42,400/-
5. અરજી પ્રક્રિયા ઓનલાઇન
6. છેલ્લી તારીખ  10 ઑગસ્ટ 2025
7. ઓફિસિયલ વેબસાઇટ गृहमंत्रालय.सरकार.भारत

IB ACLO ભરતી 2025 માટે પાત્રતા :

  • ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • આરોગ્યની દ્રષ્ટિએ તંદુરસ્ત હોવો જરૂરી છે, પસંદગી થયા બાદ તબીબી પરીક્ષણ પણ લેવાશે.
  • પ્રમાણભૂત દસ્તાવેજો, ઓળખ પત્ર અને શૈક્ષણિક પ્રમાણપત્રોની તપાસ દસ્તાવેજ ચકાસણી દરમિયાન કરવામાં આવશે.
  • કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવાર અરજી કરી શકે છે.
  • કોઈ ખાસ વિષયની માંગ નથી, એટલે દરેક ક્ષમસભર યુવાન માટે મહત્વ ની તક છે.
  • ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

IB ACLO ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  1. આધારકાર્ડ/પાનકાર્ડ
  2. ધોરણ 10 ની માર્કશીટ
  3. જન્મનો દાખલો
  4. માન્ય યુનિવર્સિટીના પ્રમાણપત્ર/સર્ટિફિકેટ
  5. જાતિ પ્રમાણપત્ર
  6. OBC માટે નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ
  7. છૂટછાટ માટે પ્રમાણપત્ર (અનામત વર્ગો માટે)
  8. પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  9. સહી નો નમુનો

IB ACLO ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :

  1. સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો. https://गृहमंत्रालय.सरकार.भारत
  2. હોમ પેજ પર જઈ “IB ACIO Recruitment 2025” લીંક શોધવાની ક્લિક કરો.
  3. ત્યાર પછી તમારી માન્ય ઇમેઇલ ID અને મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટેશન કરો.
  4. રજીસ્ટેશન થયા પછી તમેને યુઝર ID અને પાસવર્ડ પ્રાપ્ત થશે તેને સાચવીને રાખો.
  5. પછી યુઝર ID અને પાસવર્ડ દ્વારા અરજી ફોર્મ લોગીન કરો.
  6. તેમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક વિગત અને અન્ય જરૂરી વિગત કાળજીપૂર્વક ભરો.
  7. સંપૂર્ણ વિગત ભર્યા પછી જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  8. અરજી ફોર્મની ફી ઓનલાઇન માધ્યમ દ્વારા ચુકવણી કરો (સામાન્ય/OBC/EWS માટે ₹650/- અને SC/ST/મહિલા માટે ₹550/-).
  9. ત્યાર બાદ તમારી સંપૂર્ણ વિગત એક વાર ચેક કરી લો અને પછી “Submit” બટન પાર ક્લિક કરો.
  10. અંત માં તમારી અરજી કન્ફોર્મેશન પેજ અને અરજી ફી ની રસીદ ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કાઢી લો.

Leave a Comment