IBPS PO ભરતી 2025 : ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વાર IBPS PO ભરતી 2025 ની જાહેરાત કરવામાં આવી છે. જો તમે બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ તમારા માટે એક સુવર્ણ તક છે. તો તમારું સપનું બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરવાનું હોય, તો આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં તમને પાત્રતા, મહત્વની તારીખો, દસ્તાવેજ, અને ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ રીત અને માહિતી મળી રહેશે.
IBPS PO ભરતી 2025 શું છે ?
IBPS PO ભરતી 2025 એ ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ભરતી પ્રક્રિયા છે. જે 11 જાહેર ક્ષેત્રની બેન્કિંગમાં પ્રોબેશનરી ઓફિસ (PO) અને મેનેજમેન્ટ ટ્રેઇની (MT) પદો માટે થાય છે. જેમાં આ વર્ષે 5,208/- જગ્યાઓ ભરવા માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જાણો નીચેની વિગતવાર માહિતી.
IBPS PO ભરતી 2025 ની મહત્વપૂર્ણ માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | પોસ્ટ | પ્રોબેશનરી ઓફિસ (PO)/મેનેજમેન્ટ ટ્રેઈની (MT) |
2. | કુલ ખાલી જગ્યાઓ | 5,208/- |
3. | અરજી પ્રક્રિયા | ફક્ત ઓનલાઇન |
4. | પગાર | ₹48,480/- થી ₹83,125/- |
5. | છેલ્લી તારીખ | 21 જુલાઈ 2025 |
6. | ઓફિસિયલ વેબસાઈટ | https://www.ibps.in/ |
આ વાંચો : SSC CHSL ભરતી 2025 : જાણો સંપૂર્ણ વિગતવાર માહિતી, પાત્રતા, દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા
IBPS PO ભરતી 2025 માટે પાત્રતા :
- ફક્ત ભારતીય નાગરિકો જ અરજી કરી શકે છે.
- કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ઇન્સ્ટિટયૂટથી સન્તાક
- જો તમારી ગ્રેજ્યુએશન માં બેકલોગ હોય, તો તમે અરજી કરી શકશો નહીં.
- અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અરજી કરી શકતા નથી.
- ઉંમર મર્યાદા 20 વર્ષ થી 30 વર્ષ વચ્ચે
IBPS PO ભરતી 2025 ની મહત્વપૂર્ણ તારીખો :
- આજે શરૂ થયાની તારીખ – 1 જુલાઈ 2025
- ખર્ચની છેલ્લી તારીખ – 21 જુલાઈ 2025
- પ્રિલિમ્સ પરીક્ષા – ઓગસ્ટ 2025
- મેન્સ પરીક્ષા – ઓક્ટોબર 2025
- ઇન્ટરવ્યૂ – નવેમ્બર/ડિસેમ્બર 2025
IBPS PO ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :
- આધારકાર્ડ/પાનકાર્ડ
- ધોરણ 10/12 અને ગ્રેજ્યુએશન ની માર્કશીટ/સર્ટિફિકેટ
- જો ગ્રેજ્યુએશન ચાલુ હોય તો પ્રેવિઝનલ સર્ટિફિકેટ
- SC/ST માટે કાસ્ટ સર્ટિફિકેટ
- OBC માટે નોન-ક્રિમિ લેયર અને જાતિ પ્રમાણપત્ર
- PwD માટે વિકલાંગતા પ્રમાણપત્ર
- પાસપોર્ટ નો ફોટો
- સહી અને ડાબા હાથના અંગૂઠા ની છાપ
- હસ્તલિખિત ઘોષણા
IBPS PO ભરતી 2025 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા :
1. IBPS ની ઓફિસિયલ વેબસાઈટ https://www.ibps.in/ પર જાઓ.
2. “CRP PO/MT-XV 2025” પર ક્લિક કરો.
3. “New Registration” પસંદ કરો. અને તમારું નામ/ઇમેલ આઇડી/મોબાઈલ નંબર વગેરે વિગતો ભરો.
4. ત્યાર પછી રજીસ્ટ્રેશન થશે. અને તમને પ્રેવિઝનલ નંબર અને પાસવર્ડ મળશે. તેની મદદથી લોગીન કરો.
5. ત્યાર પછી અરજી ફોર્મ ખુલશે. જેમાં તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને બેન્કિંગ પસંદગી વિશેની વિગતો ભરો.
6. પછી દસ્તાવેજ અપલોડ કરો (દસ્તાવેજ ની સાઈઝ મર્યાદિત છે).
7. ત્યાર પછી ઓનલાઈન ફી ની ચૂકવણી કરો. જનરલ/OBC માટે ₹850/- અને SC/ST/PwBD માટે ₹175/-
8. પછી તમારી સંપૂર્ણ વિગત એકવાર ચેક કરો. અને અરજી “submit” કરો.
9. અરજી “submi” કર્યા પછી ફોર્મ ની PDF અને નંબર સેવ કરો.