MGVCL વિદ્યુત સહાયક ભરતી 2025 : યુવાન ઇજનેરો માટે નવી આશા, ચાલો જાણીએ માહિતી અને અરજી પ્રક્રિયા

MGVCL વિદ્યુત સહાયક ભરતી 2025 : મધ્યમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વીજ ઉધોગ માં જે વ્યક્તિ પોતાનું સ્થાન બનાવવાની ઈચ્છા રાખતા હોય તેમના માટે મહત્વ ની તક છે. જો તમે MGVCL માં નોકરી કરવા માંગો છો, તો આ લેખ ને અંત સુધી વાંચતા રહો. જેમાં તમે ભરતી વિશેની માહિતી, લાયકાત, દસ્તાવેજ પ્રોસેસ અને અરજી પ્રક્રિયા ની સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહેશે.

MGVCL વિદ્યુત સહાયક ભરતી 2025 શું છે ?

MGVCL વિદ્યુત સહાયક ભરતી 2025 એ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ની સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં 62 જગ્યાઓ માટે મહત્વપૂર્ણ સરકારી ભરતી ની જાહેરાત છે. જેમાં MGVCL ઉપરાંત GETCO, GSECL, DGVCL, UGVCL, PGVCL જેવી સહાયક કંપનીઓનો સમાવેશ થાય છે. અને આ ભરતી ગુજરાતની શક્તિ ઉદ્યોગ ક્ષેત્રમાં યુવાન પ્રતિભાશાળી ઇજનેરો સંભાવનાઓ પૂરી પાડે છે. તો ચાલો આગળ ની વિગતવાર માહિતી જાણીએ.

MGVCL વિદ્યુત સહાયક ભરતી 2025 ની મહત્વપૂર્ણ માહિતી :

ક્રમ  વિગત  માહિતી 
1. સંસ્થા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ
2. પદનું નામ વિધુત સહાયક (જુનિયર એન્જિનિયર-સિવિલ)
3. નોકરી નું સ્થાન ગુજરાત (વિભિન્ન વીજ કંપનીઓ)
4. કુલ જગ્યાઓ 62/- પદ
5. અરજી પ્રક્રિયા ઓનલાઈન
6. છેલ્લી તારીખ 4 ઓગસ્ટ 2025
7. ઓફિસિયલ વેબસાઈટ www.mgvcl.com

MGVCL વિદ્યુત સહાયક ભરતી 2025 માટે પાત્રતા :

  • ઉમેદવાર ભારતીય નાગરિક હોવો ફરજિયાત છે.
  • આરક્ષણ અને ઉંમર છૂટ નો લાભ ફક્ત ગુજરાતી સ્થાનિક રહેવાસી ઉમેદવારો માટે જ માન્ય છે.
  • માન્ય UGC/AICTE દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી નિયમિત અભ્યાસના આધારે મેળવેલ B.E/B.Tech in Civil engineering ડિગ્રી.
  • છેલ્લા વર્ષ અથવા છેલ્લા બે સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 55% ગુણ ફરજિયાત.
  • ATKT માન્ય નથી ઉમેદવાર સંપૂર્ણ રીતે પાસ થયેલો હોવો જોઈએ.
  • જો તમે ડિગ્રી અન્ય રીતે મેળવેલ હોય, તો સમકક્ષતા પ્રમાણપત્ર ફરજિયાત રહેશે.
  • ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ વચ્ચે.

MGVCL વિદ્યુત સહાયક ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  • આધારકાર્ડ/પાનકાર્ડ
  • ધોરણ 10 મી/12 મી ની માર્કશીટ/સર્ટિફિકેટ
  • B.E/B.Tech (Civil) ડિગ્રી પ્રમાણપત્ર/માર્કશીટ
  • જાતિ પ્રમાણપત્ર
  • EWS પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • PwD સર્ટિફિકેટ (દિવ્યાંગ ઉમેદવાર માટે)
  • ભૂતપૂર્વ સૈનિક પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • ગુજરાતના રહેવાસી હોવાનું ડોમિસાઈલ સર્ટીફીકેટ
  • સર્વિસ સર્ટિફિકેટ અથવા કામનો અનુભવ સર્ટિફિકેટ (હોય તો)
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • સહી નો નમુનો

MGVCL વિદ્યુત સહાયક ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :

  1. સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો.  www.mgvcl.com
  2. હોમપેજ પર જઈ “Apply Online for Vidyut Sahayak (Junior Engineer – Civil)” પર ક્લિક કરો.
  3. ત્યાર પછી તમારું નામ, મોબાઈલ નંબર. ઇ-મેલ આઇડી નાખી નવી નોંધણી કરો.
  4. નોંધણી પૂર્ણ થયા પછી તમને Registration ID/Application Number મળશે. તેના દ્વારા અરજી ફોર્મ લોગીન કરો.
  5. ફોર્મ લોગીન થયા બાદ તમારી વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક માહિતી અને સંપર્ક માહિતી વગેરે માહિતી સચોટ રીતે ભરો.
  6. ત્યારબાદ જરૂરિયાત મુજબ તમારા દસ્તાવેજ અપલોડ કરો.
  7. કેટેગરી મુજબ ઓનલાઇન માધ્યમ દ્વારા ફીની ચૂકવણી કરો.
  8. ત્યારબાદ સંપૂર્ણ તમારી વિગત એક વાર ચેક કરો અને પછી “Submit” બટન પર ક્લિક કરો.
  9. ત્યાર પછી પુષ્ટીકરણ પેજ ડાઉનલોડ કરો.
  10. અરજી ફોર્મ ની પ્રિન્ટ અને ફી રસીદ સાચવી રાખો.

Leave a Comment