દેશમાં ઘણી સરકારી યોજનાઓ ચાલે છે, જેમાં ખેડૂતો, ગરીબો અને મધ્યમવર્ગને વિવિધ પ્રકારની મદદ આપવામાં આવે છે. એ પછી યોજના રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની હેતુ એક જ હોય છે, જનતાને લાભ પહોંચાડવાનો. PM Kisan 21th installment date aadhar Card
જો તમે એક ખેડૂત છો, તો તમારા માટે કેન્દ્ર સરકાર ચલાવતી એક ખાસ યોજના છે, જેના વિશે આજે આખા દેશમાં ચર્ચા થાય છે. આ યોજના બીજું કંઈ નહીં પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને જ લાભ આપવામાં આવે છે.
PM કિસાન સન્માન નિધિ યોજના શું છે?
PM કિસાન યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. યોજનાનો મુખ્ય હેતુ દેશના ખેડૂતોને આર્થિક સહાય આપવાનો છે, જેથી તેઓ ખેતી માટે જરૂરી ખર્ચ, જેમ કે બીજ, ખાતર અને સાધનો સરળતાથી મેળવી શકે.
યોજનામાં દર વર્ષે ₹6,000ની સહાય આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં DBT મારફતે સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે.
- દર હપ્તામાં ₹2,000 આપવામાં આવે છે.
- હપ્તાઓ 4 મહિના ના અંતરે આપવામાં આવે છે.
- આ રીતે, ખેડૂતોને વર્ષના અલગ-અલગ સિઝનમાં ખેતીના ખર્ચ માટે મદદ મળે છે.
હાલ સુધી કેટલા હપ્તા મળ્યા?
હાલ સુધી 20 હપ્તાઓ જારી થઈ ચૂક્યા છે. છેલ્લો 20 મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં યોજાયેલા કાર્યક્રમમાં DBT મારફતે ખેડૂતોના ખાતામાં જમા કર્યો હતો. હવે ખેડૂતોને 21મા હપ્તાની આતુરતાથી રાહ છે.
21મો હપ્તો ક્યારે આવશે?
સરકાર તરફથી હજી સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર, PM કિસાન યોજના 21 મો હપ્તો નવેમ્બર 2025માં આવી શકે છે. યાદ રાખો જો તમે eKYC પૂર્ણ ન કરી હોય, તો તમારો હપ્તો અટકી શકે છે.
PM કિસાન eKYC કરવાની રીત
- PM કિસાનની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
- “eKYC” વિકલ્પ પસંદ કરો.
- તમારો આધાર નંબર દાખલ કરો.
- આધાર સાથે લિંક થયેલો મોબાઇલ નંબર દાખલ કરો.
- OTP દાખલ કરી સબમિટ કરો.
- તમારી eKYC પ્રક્રિયા પૂર્ણ થશે.
નિષ્કર્ષ
PM કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. જો તમે હજી સુધી નોંધણી કે eKYC પૂર્ણ ન કરી હોય, તો તરત કરો જેથી 21મા હપ્તાનો લાભ સમયસર મેળવી શકો.