ભારત આજે ઉજવી રહ્યું છે પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ. લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો માટે એક ઐતિહાસિક જાહેરાત કરી. તેમણે પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના શરૂ કરવાની જાહેરાત કરી, જે 15 ઓગસ્ટ 2025થી જ અમલમાં આવી ગઈ છે. PM Modi announces Viksit Bharat Rozgar Yojana
આ યોજનામાં, પ્રથમવાર ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવનાર દરેક યુવાનને ₹15,000ની આર્થિક સહાય મળશે. આ યોજનાનો હેતુ યુવાનોને રોજગારમાં પ્રોત્સાહન આપવાનો છે અને દેશભરમાં રોજગાર સર્જનને વેગ આપવાનો છે.
વિકસિત ભારત રોજગાર યોજના કેવી રીતે કામ કરશે?
સરકારના જણાવ્યા મુજબ, આ યોજના અગાઉ Employment Linked Incentive (ELI) નામે લૉન્ચ થવાની હતી, પરંતુ હવે તેનું નામ બદલીને વિકસિત ભારત રોજગાર યોજના રાખવામાં આવ્યું છે.
- પ્રથમ નોકરી મેળવનાર યુવાનને સરકાર તરફથી ₹15,000ની સહાય મળશે.
- ફ્રેશર્સને નોકરી આપનારી કંપનીઓને પ્રતિ કર્મચારી ₹3,000 સુધી પ્રોત્સાહન મળશે.
- આ યોજના કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO) મારફતે અમલમાં આવશે.
યોજનાના મુખ્ય લાભો
- પ્રથમવાર નોકરી મેળવનાર માટે ₹15,000ની આર્થિક સહાય.
- નવો રોજગાર આપતી કંપનીઓને પ્રતિ કર્મચારી ₹3,000 સુધીનું ઇન્સેન્ટિવ.
- યોજનાનો કુલ બજેટ ₹99,446 કરોડ.
- 2 વર્ષમાં 3.5 કરોડ નવી નોકરીઓનું લક્ષ્ય.
યોજનાનો મુખ્ય હેતુ
- દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર સર્જન વધારવું.
- 18થી 35 વર્ષના યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગાર તક આપવી.
- MSMEs (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ)ને પ્રોત્સાહન આપવું.
- મેક ઇન ઇન્ડિયાને વેગ આપવો અને ઉદ્યોગોમાં નવી ટેકનોલોજી લાવવી.
- પેન્શન અને ઇન્શ્યોરન્સ જેવી સોશિયલ સિક્યુરિટી સેવાઓનો વિસ્તાર કરવો.
ફોકસ કોના પર?
આ યોજનામાં ખાસ ધ્યાન પ્રથમ નોકરી મેળવનારા યુવાનો પર રહેશે. નાના અને મધ્યમ ઉદ્યોગોને (MSMEs) મજબૂત આધાર આપીને મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને ટેકનોલોજી ક્ષેત્રમાં રોજગાર સર્જન કરવામાં આવશે.