છોકરીઓને દર મહિને ₹3,000 અને છોકરાઓને ₹2,500 ની શિષ્યવૃત્તિ મળશે, વિગતો જુઓ

તમારું બાળક ડૉક્ટર બનવાનું સપનું જુએ છે, પણ ટ્યુશન ફી જોઈને તમે રાતે ઊંઘી શકતા નથી? શું તમે સુરક્ષા દળોમાં ફરજ બજાવતા પરિવારમાંથી છો—કે જેમણે દેશ માટે પોતાનું બધું આપી દીધું? તો આ સ્કોલરશિપ તમારા માટે જ છે. PMSS CAPF Scholarship 2025 એ માત્ર એક સહાય નથી. એ તો દેશના રક્ષકોના પરિવારજનો માટે બાંહેધરી છે કે તમારું ભવિષ્ય પણ એટલું જ મજબૂત હશે, જેટલું તમારું બલિદાન.

PMSS CAPF Scholarship 2025 વિશે એક નજરે

વિગતો માહિતી
સ્કીમનું નામ વડાપ્રધાન શિષ્યવૃત્તિ યોજના – PMSS CAPF Scholarship
વિભાગ વિલફેર એન્ડ રિહેબિલિટેશન બોર્ડ (WARB), હોમ મિનિસ્ટ્રી
કોણ લાભ લઈ શકે? CAPF, Assam Rifles અને રાજ્ય પોલીસના વોર્ડ અને વિધવા
શૈક્ષણિક વર્ષ 2025–26
અરજીની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2025
ઓફિશિયલ પોર્ટલ scholarships.gov.in

સ્કોલરશિપ યોજના કેમ ખાસ છે?

  1. આ સ્કિમ એ દેશના રક્ષકોને સલામ છે. જેમણે દેશ માટે પોતાનું પરિવાર, શાંતિ અને ભવિષ્ય ઝૂંપી દીધું છે, હવે તેમની સંતાનોને પણ ભવિષ્ય બિલ્ડ કરવાની તકો મળવી જ જોઈએ.
  2. PMSS Scholarship દરેક વર્ષમાં 2000 નવી સ્કોલરશિપ આપે છે—જેમાં 1000 છોકરીઓ માટે અને 1000 છોકરાઓ માટે ફિક્સ બેઠકો હોય છે.અને હવે તો રાજ્ય પોલીસના નક્સલ/આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર કર્મચારીઓના બાળકો માટે પણ 500 સ્કોલરશિપ ઉમેરાઈ ગઈ છે.

PMSS CAPF Scholarship 2025 કેટલો લાભ મળશે?

લિંગ દર મહિને રકમ દર વર્ષે સહાય
છોકરીઓ ₹3,000 ₹36,000
છોકરાઓ ₹2,500 ₹30,000

કોણ અરજી કરી શકે?

  1. જો તમે નીચેના કેટેગરીમાં આવો છો, તો તમે અરજી માટે પાત્ર છો:
  2. CAPF/Assam Riflesના ફરજ દરમિયાન મૃત્યુ પામેલ કર્મચારીઓના વોર્ડ અથવા વિધવા
  3. સરકારે નિમાયેલ ફરજ દરમિયાન ઈજા પામનાર કર્મચારીઓના બાળકો
  4. ગોલન્ટ્રી એવોર્ડ વિજેતા કર્મચારીઓના વોર્ડ
  5. કર્મચારી પદે રહેલા (કમિશન્ડ ઓફિસર સિવાય) CAPF/ARના નિવૃત્ત કે હાજર કર્મચારીઓના સંતાન

PMSS CAPF Scholarship 2025 શૈક્ષણિક પાત્રતા:

તમારા પ્રથમ પ્રોફેશનલ ડિગ્રી કોર્સમાં એડમિશન લેવેલું હોવું જોઈએ. જેમ કે:

  1. B.Tech / Engineering
  2. MBBS / BDS / B.Pharma / B.Sc Nursing
  3. BCA / BBA
  4. Agriculture, Veterinary Science
  5. MBA/MCA વગેરે

પ્રથમ પ્રવેશ માટે જરૂરી ક્વોલિફિકેશનમાં ન્યૂનતમ 60% માર્ક્સ હોવા જોઈએ. રીન્યુઅલ માટે દર વર્ષે કમથી ઓછું 50% માર્ક્સ મેળવવા ફરજિયાત છે.

PMSS CAPF Scholarship 2025 અરજી કેવી રીતે કરવી?

PMSS Scholarship માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા: જાઓ  scholarships.gov.in ‘New User? Register Yourself’ પર ક્લિક કરો. તમારું આધાર લિંક નંબર, મોબાઈલ અને અન્ય વિગતો ભરો. પછી ‘Login’ પર જઈને તમારી સ્કોલરશિપ પસંદ કરો. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. ફોર્મ સબમિટ કરો. બસ થઈ ગયું!

Leave a Comment