RMC ડિરેક્ટર (IT) ભરતી 2025 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ માહિતી ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે એક અનમોલ તક જાહેર કરી છે. ડિરેક્ટર (I.T) પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે અનુભવી અને લાયકાત ધરાવતા I.T પ્રોફેશનલ છો, તો આ હોદ્દો તમારા માટે બની ગયો છે. અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં તમે સંપૂર્ણ માહિતી, પાત્રતા, દસ્તાવેજની વિગત અને અરજી પ્રક્રિયા મળી રહેશે.
RMC ડિરેક્ટર (IT) ભરતી 2025 શું છે ?
RMC ડિરેક્ટર (I.T.) ભરતી 2025 એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી ખાસ ભરતી છે જેમાં EDP વિભાગ હેઠળ ડિરેક્ટર (I.T) એટલે કે ‘Director Of Information Technology’ પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતીનો મુખ્ય ઉદ્દેશ છે, કે રાજકોટ શહેરના સ્માર્ટ અને ડિજિટલ ગવર્નન્સ માટે એક એવો ટેકનિકલ અને મેનેજમેન્ટ અનુભવ ધરાવતા વ્યક્તિને નિમણુક આપવામાં આવે છે મ્યુનિસિપલ ક્ષેત્રમાં માહિતી ટેકનોલોજી નું નેતૃત્વ કરી શકે.
RMC ડિરેક્ટર (IT) ભરતી 2025 ની મહત્વપૂર્ણ માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | સંગઠન | રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) |
2. | પોસ્ટનું નામ | ડિરેક્ટર (I.T) |
3. | વિભાગ | EDP (Computer) વિભાગ |
4. | નોકરીનું સ્થાન | રાજકોટ ગુજરાત |
5. | ખાલી જગ્યાઓ | 01 (UR-ખુલ્લું) |
6. | પગાર ધોરણ | ₹67,700/- થી ₹2,08,700/- (7મુ પગાર મેટ્રિક્સ) |
7. | છેલ્લી તારીખ | 19 જુલાઈ 2025 |
8 | અરજી પ્રક્રિયા | ફક્ત ઓનલાઇન |
9. | ઓફિશિયલ વેબસાઈટ | rmc.gov.in |
RMC ડિરેક્ટર (IT) ભરતી 2025 માટે પાત્રતા :
- ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી B.E/B.Tech. in અથવા MCA/MSc (IT) ડિગ્રી હોવી આવશ્યક છે.
- ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 10 વર્ષનો વ્યવસાયિક અનુભવ હોવો જોઈએ. (સરકારી વિભાગો, મ્યુનિસિપલ કોર્પોરેશન, બોર્ડ, CMMi/ISO, નાસ્કોમ, લેટેસ્ટ કંપનીઓ વગેરે)
- સામાન્ય ઉમેદવાર માટે ઉંમર મર્યાદા 40 વર્ષ. અને RMC કર્મચારીઓ માટે ઉંમર માટે લાગુ પડતી નથી.
RMC ડિરેક્ટર (IT) ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :
- આધારકાર્ડ/પાનકાર્ડ
- B.E./B.Tech./MCA.Sc.(IT) ની દીકરી નું સર્ટિફિકેટ/માર્કશીટ
- સરકારી કે ખાનગી ક્ષેત્રમાં કામ કરવાનું અનુભવ પ્રમાણપત્ર
- એપ્લિકેશન ફોર્મ માટે હસ્તાક્ષર પત્ર
- ધોરણ 10 ની માર્કશીટ
- જન્મનો દાખલો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- સહી નો નમુનો
RMC ડિરેક્ટર (IT) ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ. (rmc.gov.in)
- હોમ પેજ પર જઈ “registration” અથવા “current openings” વિભાગ શોધો.
- પછી માન્ય ઇ-મેલ આઇડી અને મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરો.
- પછી તમને યુઝરનેમ અને પાસપોર્ટ મળશે. તેના દ્વારા લોગીન કરો.
- Director (I.T) માટે એપ્લિકેશન ફોર્મ ખોલો કરો.
- ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ વિગતો વગેરે ભરો.
- પછી તમારા જરૂરી દસ્તાવેજ PDF/JPG કન્ફોર્મેટ માં અપલોડ કરો.
- જો માન્ય હોય તો ઓનલાઈન ફી ની ચુકવણી કરો. (ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI, નેટ બેન્કિંગ દ્વારા)
- ત્યાર પછી તમારી સંપૂર્ણ વિગતે એકવાર ચેક કરો.
- અંતમાં “Submit” બટન પર ક્લિક કરો.
- અરજી સબમીટ થયા પછી સ્કીમ પર પુષ્ટિ સંદેશ આવશે. તેનું પુષ્ટીકરણ પેજ PDF ડાઉનલોડ કરો, અને પ્રિન્ટ આઉટ લઈ રાખો.