SBI બેંક PO ભરતી 2025 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા પ્રોબેશનરી ઓફિસ પદ (PO) માટે ભરતી કરે છે. જે બેન્કિંગ ક્ષેત્રમાં એક સ્વપન નોકરી ગણવામાં આવે છે. જે તમે પણ બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનવાનું સપનું જઈ રહ્યા છો, તો આ એક સુવર્ણ તક છે. તો આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં તમને પાત્રતા, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા, મહત્વ ની તારીખો અને પગાર ધોરણ સહિત દરેક મહત્વપૂર્ણ માહિતી આપેલી છે.
SBI બેંક PO ભરતી 2025 શું છે ?
SBI બેંક PO (પ્રોબેશનરી ઓફિસ) ભરતી 2025 એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા આપવામાં આવતી એક પ્રતિષ્ઠિત બેંકે નોકરી છે. જેમાં સફળ ઉમેદવારને જુનિયર મેનેજર ગ્રેડ (JMGS-I) માં નિયુક્ત કરવામાં આવે છે. આ ભારતીય રાષ્ટ્રીય સ્તરે યોજાય છે, અને હજારો યુવાઓ માટે સ્થિર અને સમાન કારકિર્દીનો માર્ગ ખોલે છે. SBI બેંક PO ભરતી માટે 541 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
SBI બેંક PO ભરતી 2025 ની જરૂરી વિગત :
ક્રમ | વિગત | માહિતી |
1. | બેંકનું નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) |
2. | પોસ્ટ નું નામ | પ્રોબેશનરી ઓફિસ (PO) |
3. | કુલ ખાલી જગ્યાઓ | 541/- |
4. | પગાર ધોરણ | ₹48,480/- (JMGS-I) |
5. | અરજી પદ્ધતિ | ઓનલાઈન |
6. | છેલ્લી તારીખ | 14 જુલાઈ 2025 |
SBI બેંક PO ભરતી 2025 માટે પાત્રતા :
- અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
- કોઈપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીથી સ્નાતક (graduation).
- અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. પરંતુ 30 સપ્ટેમ્બર 2025 સુધી માં પરીક્ષા પાસ કરવીની ફરજ રહેશે.
- CA/CS/ICWA/MBA જેવી પ્રોફેશનલ ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ પાત્ર છે.
- ઉમર મર્યાદા 21 વર્ષથી 30 વર્ષ સુધી.
- કોઈપણ ગંભીર ફોજદારી કેસ ચાલી રહ્યો ન હોવો જોઈએ.
આ વાચો : SSC CGL ભરતી 2025 : જાણો સ્ટાફ સિલેક્શન કમિશન ની મહત્વપૂર્ણ માહિતી અને અરજી પ્રક્રિયા
SBI બેંક PO ભરતી 2025 માટે મહત્વપૂર્ણ તારીખો :
- સૂચના બહાર પાડ્યા ની તારીખ – 23 જૂન 2025
- અરજી તારીખ – 24 જુન 2025 થી
- અરજીની છેલ્લી તારીખ – 14 જુલાઈ 2025
- પ્રિલીમ્સ પરીક્ષા – જુલાઈ/ઓગસ્ટ 2025
- મુખ્ય પરીક્ષા – સપ્ટેમ્બર 2025
SBI બેંક PO ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :
- આધારકાર્ડ/પાનકાર્ડ
- ધોરણ 10 અને 12 ની માર્કશીટ
- ગ્રેજ્યુએશન ડિગ્રી/પ્રમાણપત્ર
- કેસ્ટ/કેટેગરી સર્ટિફિકેટ (SC/ST/OBC/PwD માટે)
- SBI PO અરજી ફોર્મ ની પ્રિન્ટ આઉટ
- ફી પેમેન્ટ રસીદ (જો લાગુ પડે તો)
- વર્ક એક્સપિરિયન્સ સર્ટિફિકેટ (જો હોય તો)
- મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ
- કેરેક્ટર સર્ટિફિકેટ (સ્થાનિક પોલીસ સ્ટેશન માંથી)
- જોયનિંગ લેટર ની પ્રિન્ટઆઉટ
- 2-4 પાસપોર્ટ સાઈઝ ફોટોઝ અને સહી
દસ્તાવેજ નોંધ :
- બધા દસ્તાવેજો મૂળ અને સ્વસ્થ ફોટોકોપીમાં લઈ જવા.
- કેટેગરી સર્ટિફિકેટ ફક્ત સરકારી અધિકૃત સંસ્થાઓથી જ માન્ય છે.
- ફોટોગ્રાફ અને સહી SBI ની ગાઈડલાઈન મુજબ જ હોવા જોઈએ.
SBI બેંક PO ભરતી 2025 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા :
- SBI PO ની ઓફિશિયલ વેબસાઈટ વિઝીટ કરો.
- “Current Openings” સેકશનમાં “Probationary Officers (PO) Recruitment 2025” શોધો.
- “Apply Online” પાટણ પર ક્લિક કરો.
- અને મોબાઈલ, નંબર, ઇમેલ આઇડી અને તમારી મૂળ વિગતો ભરી ને રજીસ્ટ્રેશન કરો.
- ત્યાર પછી રજીસ્ટ્રેશન નંબર અને પાસપોર્ટ જનરેટ થશે, એને સેવ કરો.
- ત્યાર પછી લોગીન ફોર્મ ભરો. અને જનરેટ થયેલ રજીસ્ટ્રેશન નંબર/પાસપોર્ટ સાથે લોગીન કરો.
- ત્યાર પછી શૈક્ષણિક યોગ્યતા, કામનો અનુભવ, આયુષ્ય અને કેટેગરી વિગતો ભરો.
- પછી તમારો ફોટો, સફેદ પૃષ્ઠભૂમિ, (200×230 પિક્સેલ) અને સહી, કાળી શાહીમાં, (140×60 પિક્સેલ) અપલોડ કરો.
- પછી અરજી ફી ની ચૂકવણી કરો. જનરલ/OBC/EWS માટે ₹750/- અને SC/ST/PwD માટે મફત (ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI).
- ત્યાર પછી તમારી અરજીને ”Submit” કરો. અને ફોર્મ ની પ્રિન્ટઆઉટ અને પેમેન્ટ રસીદ સાચવો.