શ્રમયોગી શિક્ષણ સહાય 2025 : ગુજરાતના મજુર પરિવારના વિદ્યાર્થીઓ માટે ઉજવળ ભવિષ્ય તરફ એક નવું પગલું ગુજરાત સરકાર ભરી રહી છે. આજના સમયમાં શિક્ષણ એ સફળ જીવન માટેનો સૌથી મોટો આધાર છે, પરંતુ ઘણા બાળ મજુર પરિવાર માટે આ સપનું પૂરું થવું મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલા શ્રમયોગી સહાય યોજના 2025 એ હજારો બાળકો માટે આશાની કિરણ સમાન છે. તો આ લેખને અંત સુધી વાંચતા રહો, જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે.
શ્રમયોગી શિક્ષણ સહાય 2025 શું છે ?
આ યોજના ગુજરાત મકાન અને બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડ (GLCWB) દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સહાય યોજના છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે કે GLCWB સાથે નોંધાયેલા મજૂર પરિવારના બાળકોને ધોરણ 1 થી લઈને PHD સુધીના અભ્યાસ માટે નાણાકીય સહાય આપવામાં આવે. જેથી તેઓ અભ્યાસના માર્ગમાં કોઈ આર્થિક અડચણનો સામનો ન કરવો પડે. તો ચાલો જાણીએ આગળ ની વિગતવાર માહિતી.
શ્રમયોગી શિક્ષણ સહાય 2025 ની મહત્વ માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | યોજનાનું નામ | શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025 |
2. | અમલકર્તા સંસ્થા | ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડ (GLCWB) |
3. | લાભાર્થી | બાંધકામ મજૂરોના બાળકો |
4. | સહાય રકમ | પ્રતિ વર્ષ ₹30,000 સુધી |
5. | રાજ્ય | ગુજરાત |
6. | અરજી પ્રક્રિયા | માત્ર ઓનલાઈન |
7. | ઓફિસિયલ વેબસાઈટ | sanman.gujarat.gov.in |
શ્રમયોગી શિક્ષણ સહાય 2025 માટે પાત્રતા :
- અરજદાર GLCWB સાથે નોંધાયેલા કામદાર નો સંતાનો હોવો જોઈએ.
- એક પરિવારના 2 બાળકો સુધી આ લાભ મળવી શકે છે.
- ઉમેદવાર ની ઉંમર અધિકતમ 30 વર્ષ હોવી જોઈએ.
- અભ્યાસ માટે માન્ય શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ ફરજિયાત છે.
- ફક્ત પહેલી વાર અભ્યાસ કરતી વખતની અરજી માન્ય રહેશે.
- ઓપન/ડિસ્ટન્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ યોજના લાગુ પડતી નથી.
શ્રમયોગી શિક્ષણ સહાય 2025 ની શિષ્યવૃત્તિની રકમ :
અભ્યાસ ક્રમ | હોસ્ટેલ વગર | હોસ્ટેલ સાથે |
ધોરણ 1 થી 4 | ₹500/- | – |
ધોરણ 5 થી 9 | ₹1,000/- | – |
ધોરણ 10 થી 12 | ₹2,000/- | ₹2,500/- |
ITI/PTC | ₹5,000/- | – |
ડિપ્લોમા | ₹5,000/- | ₹7,500/- |
સ્નાતક (BA, B.Com, BSc) | ₹10,000/- | ₹15,000/- |
અનુસ્નાતક (MA, M.Com, MSc), નર્સિંગ, ફાર્મસી, આયુર્વેદ | ₹15,000/- | ₹20,000/- |
એન્જિનિયરિંગ / મેડિકલ / MBA / MCA / IIT | ₹25,000/- | ₹30,000/- |
પીએચડી | ₹25,000/- | – |
- મહત્તમ વાર્ષિક સહાય : ₹30,000/-
શ્રમયોગી શિક્ષણ સહાય 2025 માટે જરૂરી દસ્તાવેજ :
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- બેંક પાસબુક ની નકલ અથવા રદ કરેલ ચેક
- બોનોફાઇડ સર્ટિફિકેટ
- તાજેતરની માર્કશીટ
- ફી રસીદ
- માતા પિતાનું મજૂર નોંધની પ્રમાણપત્ર
- સોગંદનામુ અને સંમતિ પત્રક
શ્રમયોગી શિક્ષણ સહાય 2025 માટે અરજી પ્રક્રિયા :
- સૌપ્રથમ અરજી કરવા માટે ગુજરાત સરકારને ઓફિશિયલ વેબસાઈટ ખોલો. sanman.gujarat.gov.in
- વેબસાઈટ ના હોમપેજ પર જઈ “નાગરિક લોગીન” બટન પર ક્લિક કરો.
- તમારી વ્યક્તિગત માહિતી, મોબાઈલ નંબર, આધાર કાર્ડ વાળી વિગતો દાખલ કરી નોંધણી કરો.
- જો તમે પહેલાથી નોંધણી કરેલ હોય તો ડાયરેક્ટ લોગીન કરો.
- લોગીન થયા પછી ઉપલબ્ધ યોજનામાંથી “શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025” પસંદ કરો.
- ત્યારબાદ તમારી સામે અરજી ફોર્મ ખુલશે તેમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક વિગતો, બેંક માહિતી વગેરે ભરો.
- તમારી સંપૂર્ણ વિગત એક વાર ચેક કરી લો, અને પછી “સબમિટ” બટન પર ક્લિક કરો.
- અરજી સબમીટ થયા પછી, ફોર્મ ની પ્રિન્ટ લો અથવા PDF સાચવો. અને અરજી નંબર ચોક્કસ નોટ કરો.