JNVST ધોરણ 6 એડમિશન 2026 : નમસ્કાર મિત્રો, જો તમે તમારા બાળકને જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં દાખલ કરવા માંગો છો, તો તમારા માટે મહત્વની અપડેટ આવી છે. નવોદય વિધાલય સમિતિ એ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 6 ના પ્રવેશ માટે ઓનલાઇન અરજી શરૂ કરી દીધી છે. જે વાલીએ પોતાના બાળકો માટે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક ભવિષ્ય ઈચ્છે છે. તેમના માટે આ પ્રવેશ અભિયાન એક મૂલ્યવાન તક છે. વધુ માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં તમને પાત્રતા, મહત્વની તારીખો, જરૂરી દસ્તાવેજ અને ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ માહિતી મળી રહેશે. JNVST Class 6 Admission 2026
JNVST ધોરણ 6 એડમિશન 2026 શું છે ?
JNVST એટલે Jawahar navoday Vidyalay selection test, જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવતા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે લેવાતી પ્રવેશ પ્રક્રિયા છે. આ પરીક્ષા ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે છે. જેમને યોગ્ય માર્ગદર્શન, મફત શિક્ષણ અને હોસ્ટેલની સુવિધા મળે છે. જેના માટે ઓનલાઇન નોંધણી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2025 છે, એટલે વિલંબ કરશો નહીં.
JNVST ધોરણ 6 એડમિશન 2026 મહત્વપૂર્ણ માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | પરીક્ષાનું નામ | JNVST Class 6 Admission Test 2026 |
2. | આયોજક સંસ્થા | Navoday Vidyalay Samiti |
3. | શૈક્ષણિક વર્ષ | 2026-27 |
4. | ધોરણ | ધોરણ 6 માટે પ્રવેશ |
5. | અરજી પ્રક્રિયા | સંપૂર્ણ રીતે ઓનલાઇન |
6. | છેલ્લી તારીખ | 29 જુલાઈ 2025 |
7. | ઓફિસિયલ વેબસાઈટ | http://www.navodaya.gov.in |
JNVST ધોરણ 6 એડમિશન 2026 માટે પાત્રતા :
- વિદ્યાર્થી 2025 26 માં શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ પાંચમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જોઈએ.
- ધોરણ પાંચ સરકારી સરકારી શાળા પ્રાઇવેટ ગ્રાન્ટેડ સરકારી અનુદાનિત શાળામાંથી હોવો જોઈએ
- વિદ્યાર્થીનો જન્મ એક મે 2013 થી 31 જુલાઈ 2015 વચ્ચે થયેલો હોવો જોઈએ.
- SC/ST કેટરીના વિદ્યાર્થીઓ માટે પણ આ જ તારીખ મર્યાદા લાગુ પડશે.
- વિદ્યાર્થી જે જિલ્લામાંથી અરજી કરે છે તે જિલ્લામાં જ ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કર્યો હોવો જોઈએ.
- એક જ જિલ્લામાંથી માત્ર એકજ માન્ય ગણાશે.
JNVST ધોરણ 6 એડમિશન 2026 માટે જરૂરી દસ્તાવેજ :
- બાળકનો પાસવર્ડ સાઈઝ ફોટો
- બાળકની સહી
- માતા/પિતાની સહી
- જન્મ તારીખ નો પુરાવો
- શૈક્ષણિક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- OBC માટે કેન્દ્ર સરકારનું પ્રમાણપત્ર
- રહેવું ખાતું/આધાર કાર્ડ
- રહેઠાણ પ્રમાણપત્ર
- અવકાશ વિમુક્ત પ્રમાણપત્ર (જોઈએ તો)
JNVST ધોરણ 6 એડમિશન 2026 માટે અરજી પ્રક્રિયા :
- સૌપ્રથમ JNVST ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. http://www.navodaya.gov.in
- “Class VI JNVST 2026-27 Registration” લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ નવુ પેજ ખુલશે જેમાં રજીસ્ટ્રેશન માટે લોગીન પેજ ખુલશે.
- ત્યાર પછી બાળકનો આધાર નંબર દાખલ કરો.
- અને બેઝિક વિગતો જેમ કે વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, લિંગ, માટે સંપર્ક નંબર વગેરે દાખલ કરો.
- રજીસ્ટ્રેશન થયા બાદ બાળકની શૈક્ષણિક માહિતી, શાળાનું નામ, જિલ્લો અને સંબંધિત વિગતો ભરો.
- પછી જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- આ સંપૂર્ણ વિગત ભર્યા પછી તમારું ફોર્મ એકવાર ધ્યાનથી ચેક કરો.
- ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે.
- ત્યાર પછી “Final Submit” બટન પર ક્લિક કરો.
- આપની અરજી સફળતાપૂર્વક “submit” થઈ જશે. અને તમારા ફોર્મ ની કન્ફર્મેશન પેજ ની પ્રિન્ટ આઉટ લો.